પોરબંદરમાં સમગ્ર શિક્ષાના ગર્લ્સ એજ્યુકેશન યુનિટમાં અપર પ્રાયમરી શાળામાં નોડલ શિક્ષકને ‘માસિક વ્યવસ્થાપન અને સ્વરછતા’ વિષય પર તાલીમ આપવામાં આવી હતી.
પોરબંદર જિલ્લાની ૨૧૨ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી દીકરીઓને સાચું માર્ગદર્શન મળી રહે એ હેતુથી અને દીકરીઓને ‘સુરક્ષિત સ્પર્શ અને અસુરક્ષિત સ્પર્શ’ વિશે પણ માહિતી આપી જાગૃત કરવા માટે આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.૨૧૨ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી.કે.પરમાર દ્વારા તમામ શિક્ષકોને અપીલ કરવામાં આવી કે,આપની શાળામાં અભ્યાસ કરતી દીકરીઓની કાળજી રાખી સાચું માર્ગદર્શન મળે એવા પ્રયત્ન કરવા.તેમજ પોષણક્ષમ આહાર, સમતોલ આહાર બાળકોને મળે.શાળામાં અપાતી આયર્ન ગોળીઓ નિયમિત દર બુધવારે દીકરીઓને આપવામાં આવે અને તમામ ક્ધયાઓ ગોળી લે તેવી સમજ આપવામાં આવી હતી.તેને કારણે શાળામાં દીકરીઓની અનિયમિતતા, ડ્રોપઆઉટ રેટ ઓછો થવામાં મદદરૂપ થાય.તજજ્ઞ મદદનીશ જિલ્લા પ્રોજેક્ટ કો.ઓ.ગર્લ્સ એજ્યુકેશન વૈશાલી પટેલ અને વિસાવાડા પ્રાથમિક શાળાના આસી.શિક્ષક ગોંડલિયા હિરલબેન દ્વારા તમામ શિક્ષકોને તાલીમ આપવામાં આવી હતી.માસિક વિશે ખુલીને ચર્ચા કરો,મૌન તોડો,ખુલીને ચર્ચા કરો. દ્રશ્ય-શ્રાવ્યના માધ્યમથી તાલીમ આપવામાં આવી હતી.માસિક સમયગાળા દરમિયાન સ્વચ્છતા જરી છે.તેમ જણાવ્યું હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના ટેરિફની અસર, અમેરિકી શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો, ડાઉ જોન્સમાં 1450 પોઇન્ટનો ઘટાડો
April 04, 2025 10:42 PMઓસ્ટ્રેલિયામાં લોકોની મહેનતની કમાણી પર હેકર્સની નજર, પેન્શન ફંડના 20 હજારથી વધુ ખાતા હેક
April 04, 2025 10:41 PMસુરતમાં જૈન મુનિ શાંતિસાગર દુષ્કર્મ કેસમાં દોષિત જાહેર, આવતીકાલે સજા
April 04, 2025 09:19 PMવડોદરા હિટ એન્ડ રન ઘટસ્ફોટ: રક્ષિત ચૌરસિયાએ ગાંજો પીને સર્જ્યો હતો અકસ્માત
April 04, 2025 09:12 PMજામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા ગુલાબનગર રોડ પર કરાયેલ ગેરકારે દબાણ દૂર કરવામાં આવ્યું
April 04, 2025 06:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech