ઓટોપાર્ટસ બાદ હવે ડિફેન્સ સાધનોના મેન્યુફેકચરિંગમાં સૌરાષ્ટ્ર્રમાં નવી રોજગારીનું સર્જન થશે. એરોસ્પેસમાં રાજકોટની અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝને નોંધપાત્ર સફળતા મળ્યા બાદ ડિફેન્સ ક્ષેત્રમાં નવા આવિષ્કાર નું સર્જન કરવાની તક મળે છે ગ્લોબલ સમિટમાં સમગ્ર ગુજરાતમાં રાજકોટની એકમાત્ર મેકપાવર કંપનીએ ડિફેન્સ માટેના સાધનો બનાવવા સરકારે સાથે એમઓયુ કર્યા હતા. જેમાં મેટોડા નજીક જગ્યા ની પસંદગી થઈ છે અને ટૂંક સમયમાં અહીં મેકપાવર ડિફેન્સ નામથી અલગ પ્રોજેકટ મુકવામાં આવશે. જે રાજકોટ જ નહીં પણ સમગ્ર ગુજરાત માટે ગૌરવ જનક ઘટના કહી શકાય કે સૌરાષ્ટ્ર્રના આંગણે ખાસ ડિફેન્સ માટેનો પ્રથમ પ્રોજેકટ મૂકવામાં આવ્યો છે જેમાં ૨૧૦ કરોડના એમઓયુ કરાયા છે આ એમઓયુના પગલે ૭૦૦૦ થી વધુ લોકોને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે રોજગારી મળશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, એન્જિનિયરિંગના નાનાથી લઈ મોટા પાટર્સ બનાવી રાજકોટના ઉધોગો દેશ વિદેશની ટોચની કંપનીઓને મોકલે છે. વિવિધ મશીનરી બનાવવામાં રાજકોટ સહિત સૌરાષ્ટ્ર્રની કંપનીઓએ મેદાન માયુ છે અને આજે ઓટોપાટર્સ સાથે એરોપ્લેન અને એરો સ્પેસના વિવિધ પાટર્સ બનાવ્યા હતા જેનું ઉત્તમ દ્રષ્ટ્રાંત તાજેતરમાં ચંદ્રયાન ની સફળતામાં અંકાયું છે ત્યારે મેક ઇન ઇન્ડિયા હેઠળ દેશને સુરક્ષા માટે જરી ડિફેન્સ મશીન અને ટેકનોલોજી તેમજ તાલીમ માટેના ઉત્પાદન ને અનુલક્ષીને રાજકોટની મેકપાવર કંપની સાથે સરકારે ૨૧૦ કરોડના કરાર કર્યા છે.
આ અંગે કંપનીના ડિરેકટર પેશભાઈ આજકાલ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તેમની કંપની દ્રારા ડિફેન્સ પોલિસી હેઠળ અલગ અલગ મશીનરી તેમજ ચંદ્રયાન પ્રોજેકટ માટે પિયા ૫૦૦ કરોડ સુધી ના ઓર્ડરો સફળતાપૂર્વક પૂર્ણ કરી આપ્યા છે. હવે આ પોલીસી હેઠળ મેટોડા નજીક પસદં કરાયેલી વિશાળ જગ્યા પર મેકપાવર ડિફેન્સ નામના અલગ યુનિટની રચના કરવામાં આવી છે જેમાં એરોસ્પેસ અને ડિફેન્સ પોલીસી ૨૦૧૬ અંતર્ગત પ્રથમ પ્રોજેકટ માટે ૨૧૦ કરોડ ના સમજૂતી કરાર કરાશે.
અત્યારે સુધી અનેક પાટર્સ બનતા રહ્યા છે પરંતુ તેમાં હવે રિસર્ચ, ટ્રેનિંગ થી માંડી ટેકનિકલ માર્ગદર્શન અને મેન્યુફેકચરિંગ સહિતની કામગીરી કરવામાં આવશે. રાજકોટ ખાતે યોજાયેલા પાટીદાર ગ્લોબલ સમિટ ઉપરાંત ગાંધીનગર ખાતે યોજાયેલા વાઇબ્રન્ટ સમિટમાં પણ કરોડો પિયાના એમઓયુ થશે. સૂત્રોના નિર્દેશ મુજબ ગ્લોબલ વાઇબ્રન્ટ સમિટમાં ૭૦૦૦ કરોડ ના એમઓયુ રાજકોટની વિવિધ કંપનીઓ દ્રારા સાઇન કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાં મોટી દુર્ઘટના, સેનાનું વાહન ખીણમાં પડ્યું
December 24, 2024 07:42 PMજામનગર : મીલાવટી તેલની વચ્ચે ધાણીના પીલાણના શુધ્ધ અને સ્વાસ્થ્યવર્ધક સીંગતેલની હાલ વધતી જતી બોલબાલા
December 24, 2024 07:19 PMશ્રી દ્વારકાધીશ જગત મંદિરના પ્રસાદની ગુણવતા મુદ્દે મંદિરના પૂજારી પ્રમુખ સાથે ખાસ વાત ચિત્ત
December 24, 2024 07:15 PMચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech