21 સપ્ટેમ્બરથી પણ ગુજરાતમાં વિદ્યાર્થીઓ નહીં જઈ શકે શાળાએ, કેન્દ્રની છૂટનો અમલ ન કરવાનો ગુજરાત સરકારનો નિર્ણય

  • September 16, 2020 01:13 PM 525 views


આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેબિનેટ બેઠક બાદ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ સત્તાવાર રીતે જણાવ્યું હતું કે 21 સપ્ટેમ્બરથી ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ વાલીની લેખિત પરવાનગી સાથે શાળાએ માર્ગદર્શન લેવા જઈ શકે તેવી કેન્દ્ર સરકારે આપેલી છૂટનો અમલ ગુજરાતમાં થશે નહીં. 

 

એટલે કે 21 સપ્ટેમ્બરથી રાજ્યના ધોરણ 9થી 12ના વિદ્યાર્થીઓ શાળાએ વાલીની પરવાનગી સાથે પણ જઈ શકશે નહીં. હાલ કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે આપેલી છૂટનો અમલ ન કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. આગામી દિવસોમાં સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ અને આ દિશામાં નિર્ણય લેવાશે તેમ પણ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું. 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application