રાજ્યમાં સવારે 6થી રાતે 8 સુધી 206 તાલુકામાં વરસાદ, સૌથી વધુ જૂનાગઢના કેશોદમાં 8.3 ઈંચ વરસાદ ખાબક્યો

  • July 01, 2024 10:40 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે રાજ્યમાં સવારે 6થી રાતે 8 સુધી 206 તાલુકામાં વરસાદ પડ્યો હતો. જેમાં સૌથી વધુ જૂનાગઢના કેશોદમાં 8.3 ઈંચ વરસાદ ખાબક્યો હતો. મહત્વનું છે કે જૂનાગઢ, દ્વારકા, જામનગર, અમરેલી સહિતના જિલ્લાના અનેક તાલુકામાં વરસાદ પડ્યો હતો.


રાજ્યમાં અન્ય તાલુકાની વાત કરીએ તો દેવભૂમિ દ્વારકાના ખંભાળીયામાં 8.2 ઈંચ, જૂનાગઢના વંથલીમાં 7.8 ઈંચ, જૂનાગઢના માણાવદરમાં 7.5 ઈંચ, દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમાં 7.4 ઈંચ, જૂનાગઢ શહેરમાં 6.7 ઈંચ, જૂનાગઢના મેંદરડામાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો.


માણાવદર પંથકમાં જળબંબાકાર

જુનાગઢના માણાવદર પંથકમાં ભારે વરસાથી જળબંબાકારની સ્થિતિ. પાણી ભરાતા માણાવદરથી પસાર થતો સરાડીયા-પોરબંદર હાઈવે બંધ કરવાની નોબત આવી છે.  ઉપરવાસમાં ભારે વરસાદના કારણે માણાવદરમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. રસ્તો બંધ થતા વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. માણાવદરના પાજોદ ગામમાં વરસાદી પાણી ઘૂસ્યા છે


દ્વારકામાં ઠેર ઠેર ભરાયા પાણી

દેવભૂમિ દ્વારકામાં ભદ્રકાળી ચોક વિસ્તારમાં વરસાદ બાદ ઠેર ઠેર પાણી ભરાઈ જતા પાલિકા પર પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ઉભી ન કરવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે. ઠેર-ઠેર જળભરાવને કારણે સ્થાનિકો અને યાત્રાળુઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સતત વરસાદને કારણે વીજ પૂરવઠો ખોરવાઈ જતા પરેશાની વધી છે.


સીતાપરી નદીમાં આવ્યા નવા નીર

બોટાદના ગઢડા તાલુકાના ઉપરવાસમાં પડેલ વરસાદ ના કારણે સીતાપરી નદીમાં નવા નીર આવ્યા છે. પીપરડી, ઈંગોરાળા, સીતાપર, લીંબડીયા સહિત ગામોમાં ગઈકાલે પડેલ સારા વરસાદના કારણે સીતાપરી નદી બે કાંઠે વહેતી થઈ છે. ગઢડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સારો વરસાદ વરસતા ધરતીપુત્રોમાં આનંદ વ્યાપ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application