2000ની નોટ તિજોરીમાંથી OUT, બેંકમાં IN : રાજકોટમાં ગણ્યાગાંઠ્યા લોકો બેંકમાં જોવા મળ્યા

  • May 23, 2023 04:11 PM 


આજથી સમગ્ર દેશમાં ₹2 હજારની નોટ બદલવાનું શરૂ થયું છે. ત્યારે રાજકોટની હોસ્પિટલ ચોકની SBI બ્રાન્ચમાં ગણ્યાગાંઠ્યા લોકો 2 હજારની નોટ બદલાવવા પહોંચી રહ્યા છે. આ ઉપરાંત રાજ્યની રાષ્ટ્રીયકૃત, સહકારી, ખાનગી તમામ બેંકોમાં સવારથી 2000ની નોટ બંધીની કોઈ અસર જોવા મળી રહી નથી. તમામ બેંકો અને એટીએમ પર કોઈ લાઈન લાગી નથી. રાજકોટમાં સરકારી બેંકમાં કોઈ ફોર્મ ભરવાની જરૂર ન હોવાનું સામે આવ્યું છે. 



સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા રાજકોટના ચીફ મેનેજર સંજય મહેતાએ જણાવ્યું હતું કે, RBIના નિયમ મુજબ આજથી રૂપિયા 2000ની નોટ એક્સચેન્જ કરી આપવાની શરૂઆત કરવામાં આવી છે. મુખ્ય બ્રાન્ચ સહિત રાજકોટની તમામ 40 બ્રાન્ચમાં આ જ મુજબ આસાનીથી ગ્રાહકોને રૂપિયા 2000ની 10 નોટ બદલી આપવામાં આવે છે અને જો તેમની પાસે વધુ નોટ હોય તો બીજી વખત પણ લાઈનમાં ફરી 10 નોટ બદલી શકાય છે. આજ રોજ સવારથી 2000 ની નોટ બદલી આપવામાં આવી રહી છે. કોઈ પેનિક લોકોમાં જોવા મળતો નથી અને પેનિક થવાની કોઈ જરૂરિયાત પણ નથી પૂરતો સમય છે. રૂપિયા પોતાના બેંક ખાતામાં પણ જમા કરાવી શકાય છે, જેમાં પણ કોઈ લિકિત નથી રાખવામાં આવી માત્ર 50,000 થી વધુ રકમ હોય તો પાનકાર્ડ સાથે રાખવાનું રહેશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application