સોનાના ભાવમાં ૨૦૦૦નું ગાબડું

  • April 24, 2024 12:07 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સોનાના ભાવ સર્વોચ્ચ સપાટીથી ઘટીને 74 હજારની સપાટી પહોંચ્યા છે જ્યારે ચાંદીમાં પણ 3,000 નો ઘટાડો થયો છે. વૈશ્વિક પરિબળો ના લીધે ગયા સપ્તાહમાં સોનાનો ભાવ સડસડાટ ટોચની સપાટીએ પહોંચીને 76000 ને પાર કરી જતાં આજે સ્થાનિક અને વૈશ્વિક માંગમાં જબરો ઘટાડો આવ્યો હતો.
આ ઘટાડાના લીધે સૌથી વધુ અસર બંને કીમતી ધાતુ પર જોવા મળે છે જેમાં સોનાનો ભાવ બે દિવસમાં 2300 જેટલો ઘટ્યો છે જ્યારે ચાંદી પણ 83,000 થી ઘટીને 80 હજાર નજીક પહોંચી ગઈ છે.

બુલિયન એનાલિસ્ટ ના મત મુજબ તાજેતરમાં સોના ચાંદીમાં આવેલો ઉછાળો માત્ર ઈરાન અને ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધ ના સંજોગોના લીધે ઉભો થયો હતો જ્યારે યુદ્ધના સમાચાર પર વિરામ આવતા હવે આ બંને ધાતુ ના ભાવમાં ઝડપી ઘટાડો નોંધાય રહ્યો છે.ગોલ્ડ માર્કેટમાં અત્યારે બ્રેક ડાઉન ની પરિસ્થિતિ જોવા મળી છે જેમાં આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું ઘટીને ડોલર અને ચાંદી 27 ડોલરની સપાટીની અંદર સરળતા હાજર બજારમાં પણ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો આવ્યો છે.
રાજકોટની બજારમાં આજે 10 ગ્રામ સોનાના ભાવ 74,513 જ્યારે ચાંદી 80822 પ્રતિ કિલો ભાવ જોવા મળ્યા છે.
માર્ચ મહિનામાં સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ 65000 ની આસપાસ હતા. ત્યારબાદ સોનાના ભાવ સળગ્યા હતા અને એક મહિનામાં રોકાણકારોને 15 થી 16% રીટર્ન મળ્યું હતું જેમાં સોનાના ભાવ 65000 ની સપાટી થી વધીને 76000 પહોંચ્યા હતા જ્યારે હવે આ સપ્તાહથી સોનાના ભાવમાં ઘટાડવા આવતા માંગ પણ નીકળશે તેવી ઝવેરીઓને આશા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application