જોડિયામાં પુત્રી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને ૨૦ વર્ષની સખત સજા

  • May 16, 2023 10:25 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સરકાર મહિલા વકિલની ધારદાર દલીલો : આરોપીને દંડ અને વળતર ચુકવવા આદેશ

જોડિયામાં સગીર પુત્રી પર દુષ્કર્મ આચરનાર નરાધમ પિતાને અદાલતે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી છે. માતા વતનમાં જતા સગીર પુત્રી પર બે વખત દુષ્કૃત્ય ગુજાર્યું હતું. અને મારી નાખવાની ધમકી આપી હતી. આ ઘટનાએ જે તે વખતે ભારે ચકચાર જગાવી હતી.
આ કેસની પ્રાપ્ત માહિતી અનુસાર, જોડિયામાં રહેતા પરિવારમાં માતા ગત તા.૧-૧૧ -૨૦૨૦ ના રોજ વતનમાં સાસરે ગઇ હતી. આથી ઘેર તેમના પતિ અને સગીર વયની પુત્રી ઘેર એકલા હતાં. આ દરમ્યાન પિતાએ પુત્રીના પગ ચુંદડીથી બાંધતા તેણીએ બૂમો પાડી હતી. આથી પિતાએ માથે ગોદડું નાંખી બે વખત સગીર પુત્રી પર દુષ્કર્મ આચર્યું હતું.
આટલું જ નહીં ગળું દબાવી આ વાત કોઇને કહીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવની જાણ થતા સગીરાની માતાએ પોતાના પતિ સામે જોડીયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસે પિતા સામે પોકસો, દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી પિતાની ધરપકડ કરી અદાલતમાં ચાર્જશીટ કર્યું હતું.
આ કેસ સ્પેશ્યલ કોર્ટનાં ન્યાયધીશ આરતીબેન એ. વ્યાસની કોર્ટમાં ચાલી જતાં પુરાવા, જુબાની અને સરકારી વકીલ ભારતીબેન વાદીની રજૂઆતો ધ્યાને લઇ આરોપી પિતાને તકસીરવાન ઠેરવી ૨૦ વર્ષની સખત કેદ ફટકારી છે અને રુા. ૨૦૦૦૦ દંડ ફટકાર્યો હતો. દંડ ન ભરે તો વધુ ૬ મહિનાની સખત કેદ અને ભોગ બનનારને વળતર પેટે  ૬ લાખ ચૂકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં સરકારી વકીલ તરીકે ભારતીબેન વાદી રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application