કાયદા વિભાગ દ્વારા રાજ્યમાં 20 નવી ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરાશે : જુઓ ક્યાં ક્યાં શહેરમાં શરૂ થશે ઇ ટ્રાફિક કોર્ટ

  • July 08, 2023 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજ્યના કાયદા વિભાગ દ્વારા ઇ-ટ્રાફિકની કામગીરીના ભારણને ઓછુ કરવા માટે રાજ્યમાં ૨૦ નવીન ઇ-ટ્રાફિક કોર્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હાલ ફક્ત અમદાવાદ શહેરમાં આવેલી કોર્ટ મારફતે સમગ્ર રાજ્યના ઇ-ટ્રાફિક કોર્ટની ટ્રાયલ ચાલતી હતી તેના પર સુનાવણી અને કાર્યવાહી હાથ ધરાતી હતી.




હવે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ૨૦ સ્થળોએ આ ઇ-ટ્રાફિક કોર્ટ કાર્યરત બનતા ઇ-ચલણ સંદર્ભેની કામગીરી સરળ બનશે. ઇ-ચલણને લગતા કોર્ટની સુનવણી જ્યુડિશયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં કરવામાં આવશે.આ કોર્ટમાં ઇ- ચલણ સ્વીકારવામાં પણ આવશે.




ઇ-કોર્ટની મદદથી કેસોના ત્વરિત નિકાલ આવશે.


તદ્અનુસાર રાજ્યના નવસારી જીલ્લામાં વધઇ, ખેરગામ,સુબિર જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે, અમરેલી જીલ્લામાં લીલીયા,કુકાવાવ અને ખાંભા જે.એમ.એફ.સી. કોર્ટ ખાતે,બનાસકાંઠા માં સુઇગામ અને દાંતા ખાતે,અમદાવાદમાં ધોલેરા ખાતે , સોમનાથમાં વેરાવળ ખાતે અને પંચમહાલ, ભાવનગર,દાહોદ,પોરબંદર,તાપી,ગીર  દાહોદ , સુરેન્દ્રનગર, પાટણ,  સાબરકાંઠા, જુનાગઢની જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટમાં પ્રિન્સીપલ જજ દ્વારા ઇ-ટ્રાફિકને લગતા કેસોમાં કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે ,ચલાણ ઇસ્યુ થયા બાદ ૯૦ દિવસ સુધીમાં ભરવામા ન આવે કોર્ટ દ્વારા વાહનના માલિકને નોટીસ આપીને કાર્યવાહી હાથ ધરવામાં આવે છે





ક્યાં ક્યાં શરૂ કરાશે ઈ-ટ્રાફિક કોર્ટ?

જિલ્લો

ગામ

અમદાવાદ

ધોલેરા

નવસારી

સુબિર, ખેરગામ અને વઘઇ

તાપી

ઉચ્છલ

સાબરકાંઠા

પોશીના

બનાસકાંઠા

સુઇગામ અને દાંતા

પાટણ

શંખેશ્વર

પંચમહાલ

જામ્બુઘોડા

ભાવનગર

જેસર

દાહોદ

સંજેલી અને ધાનપુર

પોરબંદર

કુતિયાણા

અમરેલી

લીલીયા, કુંકાવાવ અને ખાંભા

જૂનાગઢ

ભેસાણ

ગીર સોમનાથ

ગીર ગઢડા

સુરેન્દ્રનગર

લખતર



વાહનના માલિકને મોબાઈલ પર એસએમએસ આવશે

વાહનચાલકો ઈ-ચલણના દંડની રકમ 90 દિવસમાં નહીં ભરે તો બાદમાં આપમેળે ઈ-ચલણ વર્ચ્યુઅલ ટ્રાફિક કોર્ટના સર્વરમાં મોકલી દેવામાં આવે છે અને ટ્રાફિક કેસોમાં વાહનના માલિકને નોટિસ તેમજ મોબાઈલ પર એસએમએસ દ્વારા દંડની જાણ કરવામાં આવે છે. આ સાથે દંડ ભરવાની લિંક પણ હોય છે. જો વાહનચાલકને દંડની રકમ સામે વાંધો હશે તો કેસ લડવા માટે જે-તે શહેરની અદાલતમાં તે કેસ મોકલી અપાશે. 





લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application