રાજકોટ મહાપાલિકાના પ્રધ્યુમન પાર્ક ખાતે સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્હી દ્રારા લાયન સફારી પાર્કની મંજૂરી આપવામાં આવેલ હોય હવે આ પ્રોજેકટ સાકાર કરવા અને સફારી પાર્કમાં વિવિધ સુવિધાઓ નિર્માણ કરવા માટે મ્યુનિસિપલ કમિશનર દેવાંગ દેસાઈ દ્રારા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત મોકલવામાં આવી છે. આવતીકાલે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગમાં આ અંગેના નિર્ણય લેવામાં આવશે.
લાયન સફારી પાર્કમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્હી દ્રારા મંજુર થયેલ ડીઝાઈન તેમજ માસ્ટર પ્લાનમાં દર્શાવ્યા મુજબ એન્ટ્રન્સ પ્લાઝા તેમજ જુદી જુદી વિઝીટર એમેનીટીઝ બનાવવાના થાય છે. જેથી લાયન સફારી પાર્કમાં એન્ટ્રન્સ પ્લાઝા તેમજ જુદી જુદી વિઝીટર એમેનીટીઝ બનાવવાનાં કામે જીએસટી સહીત .૧૫,૦૦,૦૦,૦૦૦ (અંકે પિયા પંદર કરોડ પુરા)નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે આ કામે અંદાજીત ૨૦,૦૦૦ ચો.મીટરમાં એન્ટ્રન્સ પ્લાઝા તેમજ ટીકીટ બારી કમ એડમીન ઓફિસ, વિઝીટર વેઈટીંગ એરીયા કમ રેસ્ટીંગ શેડ, ચીલ્ડ્રન પ્લે એરીયા તથા લોન એન્ડ ગાર્ડન, ફુડ કોર્ટ, રેસ્ટ મ કોમ્પલેક્ષ, વાહન માટેનું પાકિગ, ઇલેકટ્રીક બસ માટે પાકિગ કમ ચાર્જીંગ સ્ટેશન વિગેરેની જુદી જુદી વિઝીટર એમેનીટીઝ બનાવવાના કામનો સમાવેશ થાય છે. સદરહત્પં કામે .૧૨,૭૧,૦૦,૦૦૦.૦૦ (અંકે પિયા બાર કરોડ એકોતેર લાખ પુરા) (જીએસટી સિવાય)ની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
આ કામે ત્રણ ટેન્ડર આવ્યા હતા જેમાં નિયમાંનુસારની પ્રક્રિયાને અંતે ૧૧.૧૧ ટકા ઓન સાથે કુલ .૧૬ કરોડ, ૬૬ લાખ, ૪૦ હજાર ૫૫૬ના ખર્ચે શ્રીજીકૃપા પ્રોજેકટસ પ્રા. લિ. ને કામ આપવા દરખાસ્ત કરાઇ છે જે અંગે આવતીકાલે સ્ટેન્ડિંગ કમિટિ નિર્ણય કરશે.
તદઉપરાંત લાયન સફારી પાર્કમાં સેન્ટ્રલ ઝૂ ઓથોરીટી નવી દિલ્હી દ્રારા મંજુર થયેલ ડીઝાઈન મુજબ માસ્ટર પ્લાનમાં દર્શાવ્યા મુજબ સફારી પાર્કની અંદર સિંહ જોવા જવા માટે મુલાકાતીઓને બસમાં બેસાડી લઇ જવાના હોય જેથી સફારી પાર્કમાં જુદા જુદા ઇન્ટરનલ કાચા રોડને પાંચ મીટર પહોળાઈમાં ડામર રોડ બનાવવાના થાય છે.જેથી લાયન સફારી પાર્કની અંદર ઇન્ટરનલ ડામર રોડ કરવાના કામે જીએસટી સહીત .૩,૦૯,૪૦,૦૦૦.૦૦ (અંકે પિયા ત્રણ કરોડ નવ લાખ ચાલીસ હજાર પુરા)નું એસ્ટીમેટ મંજુર કરવામાં આવેલ છે.આ કામે ૩૫૦૦ રનીંગ મીટરમાં ઇન્ટરનલ ડામર રોડ બનાવવાના કામનો સમાવેશ થાય છે.આ કામે .૨,૬૨,૨૦,૦૦૦.૦૦ (અંકે પિયા બે કરોડ બાસઠ લાખ વીસ હજાર પુરા, જીએસટી સિવાયની રકમ માટે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી હતી.
દરમિયાન પ્રથમ પ્રયત્ને માત્ર એક જ ટેન્ડર આવ્યું હતું, જેથી રિટેન્ડર કરાયું હતું. યારે બીજા પ્રયત્નમાં બે ટેન્ડર જેમાં યુનિક બિલ્ડર્સ–ગોંડલની એજન્સીએ ૧૯.૯૭ ટકા ઓન સાથે ૩.૭૧ કરોડનો ભાવ ઓફર કર્યેા હતો જે વ્યાજબી જણાતા તેને કામ આપવા દરખાસ્ત કરાઇ છે અને આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટ્રમ્પના એક આદેશથી હજારો શરણાર્થીઓ બેઘર થશે, જાણો ભારતીયો પર કેટલું સંકટ
January 24, 2025 04:59 PMજામનગર જિલ્લામાં પશુઓની ૫૫ ટકા વસ્તી ગણતરી સંપન્ન
January 24, 2025 04:56 PMઆ એક વસ્તુને લીંબુમાં મિક્સ કરીને વાળમાં લગાવવાથી ડેન્ડ્રફ થઇ જશે દૂર
January 24, 2025 04:51 PMજાણો દરરોજ એક અંજીર ખાવાના શ્રેષ્ઠ ફાયદાઓ
January 24, 2025 04:45 PMગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech