ઉત્તરાખંડમાં કોરોનાનો કહેર : કોરોના સેન્ટરમાંથી ભાગ્યા 20 કોરોના સંક્રમિત દર્દીઓ

  • April 19, 2021 02:22 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં એક તરફ કોરોના સંક્રમણમાં ખૂબ ઝડપથી વધી રહ્યું છે ત્યારે બીજી તરફ કેટલાક એવા લોકો છે જે આજની તારીખે પણ કોરોના બાબતે બેદરકારી દાખવી રહ્યા છે. આવો જ એક બનાવ તાજેતરમાં સામે આવ્યો છે.

 

 

ઉત્તરાખંડના ટીહરી જિલ્લામાં બનાવવામાં આવેલ કોવિડ સેન્ટરમાંથી 20 કોરોના સંક્રમિત દર્દીઓ ભાગી ચૂક્યા છે અને પોલીસ તેની તપાસ કરી રહી છે. આ કોરોના સંક્રમિત દર્દીઓ ટિહરી જિલ્લાના નગેંદ્ર નગર સ્થિત કોવિડ સેન્ટરમાંથી ભાગી ચૂક્યા છે.

 

 

મળતી જાણકારી અનુસાર નરેન્દ્રનગરની શ્રીદેવી સુમન હોસ્પિટલમાં  કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યું છે અને રવિવારે આ સેન્ટરમાંથી 20 કોરોના સંક્રમિત દર્દીઓ ભાગી ગયા છે. આ તમામ દેશના અલગ-અલગ વિસ્તારમાં થી આવેલા છે. તમામ ભાગેલા દર્દીઓ વિરુદ્ધ પોલીસે એફ.આઇ.આર પણ દાખલ કરી છે. ઉત્તરાખંડમાં કોરાનાનું પ્રમાણ સતત વધી રહ્યું છે . ટિહરી ગઢવાલ જિલ્લામાંથી શનિવારે 50 કોરોના પોઝિટિવ દર્દીઓ  મળ્યા હતા. અત્યાર સુધીમાં 18 લોકોનું કોરોનાથી મૃત્યુ થયું છે અને 50 13 કેસ સામે આવ્યા છે. આખા ઉત્તરાખંડની વાત કરવામાં આવે તો છેલ્લા 24 કલાકમાં 27 57 નવા કેસ સામે આવ્યા છે અને અત્યાર સુધીમાં એક લાખથી વધુ કોરોના સંક્રમિત ઉત્તરાખંડમાં નોંધાયા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS