કરપ્ટ ક્રીમ બ્રાંચ ? જીએસટીના નામે ૨૦ પેટી પડાવી !

  • August 23, 2024 03:09 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ શહેરમાં શિકાર શોધતી અથવા તો રાજકોટની હદ બહારથી પણ શિકાર શોધીને શહેરમાં લઇ આવવા કે બતાવવાની આવડત ધરાવતી ક્રીમ બ્રાંચ ગોંડલ રોડ પરથી જીએસટીના મામલે એક વ્યકિતને ઉઠાવી લાવી પંદર પેટીથી વધુના આંકમાં સોદો પાર પાડીને રાજીપો થઇ જતાં ઇસમને બાઇજત મુકત કરી દેવાયો હોવાની ચર્ચા છે.
જીએસટીના નામે પણ કામમાં મહારત ધરાવતી ક્રીમ બ્રાંચ સમયાંતરે કોઇને કોઇને ઉઠાવી લાવી કામ ઉતારી લેતી હોવાના કિસ્સાઓ ચર્ચામાં રહે છે. ગઇકાલે અથવા તો થોડા કલાકો પૂર્વે જ ક્રીમ બ્રાંચની ટીમના વ્યકિતએ ગોંડલ રોડ પર એક બેન્ક કે નાણાકીય સંસ્થામાં વહીવટ કરવા માટે એક ઇસમ ગયો હતો. કહેવાય છે કે, આ ઇસમે બેન્કમાંથી ૪૮ લાખ રૂપિયા વીડ્રો કર્યા હતાં. બાજ નજરથી વોચમાં હોય એ રીતે જેવો આ ઇસમ નાણા ભરેલી બેગ લઇને નીકળ્યો કે, એક જાડા ભાઇ તેમના લાગતા વળગતા સાથે આવી પહોંચ્યા હતાં.
આ ઇસમને ક્રીમ બ્રાંચની ઓળખ આપી પોલીસની પરિભાષામાં વાત કરીને કહેવાય છે કે, ઓફિસ પર લઇ જવાયો હતો ત્યાં સાહેબને મળાવી અથવા તો બધં બારણે આ ઇસમને જીએસટીના નામે દબાવવામાં આવ્યો હતો. કદાચિત આ ઇસમ જીએસટીના કાળા ધોળા કરતો હશે એને લઇને ક્રીમ બ્રાંચના સાણસામાં આવતા અને જો ઉખેડા વધુ ઉખડે તો આગળના પ્રકરણ ખુલે અથવા તો જીએસટી ડીપાર્ટમેન્ટ પણ ઝંપલાવે આવો કોઇ ડર હશે જેને લઇને આ ઇસમ ક્રીમ બ્રાંચ પાસે કુણો પડી ગયો હતો.
ક્રીમ બ્રાંચે લોખડં તપતા હથોડાનો ઘા કરીને ઘાટ ઘડવો હોય એ મુજબ જીએસટીના નામે ફીકસમાં આવેલા આ ઇસમ સામે મોટો આકં મુકયો હતો. અંતે હા–ના, ચડઉતર સાથે ૧૫ કે તેથી વધુ પેટી સુધીમાં ગોઠવણ થઇ હતી. ૪૮ પેટીમાંથી નકકી થયેલી પેટી મળી જતાં અન્ય પેટી આ યુવકને પરત આપી દેવાઇ હતી અને બાઇજત જવા દેવાયો હોવાની ચર્ચા છે.
જીએસટીના નામે આ ઇસમને લાવનારા જાડા ભાઇ કોણ ? અંદર ઓફિસમાં લઇ જવાયો હતો તો તેની સાથે આરંભે પોલીસની ભાષામાં ત્યારબાદ વહીવટીય જ્ઞાન સાથે ગોઠવણ કરનારા કોણ ? આ બધુ બધં બારણે થયું હશે. અત્યારે આવુ કાંઇ ઓનપેપર બહાર આવ્યું નથી અથવા તો જે વ્યકિત ખંખેરાયો તે વ્યકિત પણ કયાંય ફરિયાદ કરવા ગયો હોય તેવું જાણવા મળ્યું નથી માટે હાલના તબકકે ૧૫થી વધુ પેટી પડાવાયાનો મામલો ચર્ચા કે અફવારૂપ માનવું રહ્યું


ઉપરીઓ કાયમ અંધારામાં રહેતા હશે કે ઉઘાડી લૂંટની ખુલ્લી છૂટ ?
અિકાંડ થયો અને બધુ બદલાયુ, ઉચ્ચ અધિકારીઓ પણ બદલાયા પરંતુ થોડા દિવસ શાંત પડેલી ક્રીમ બ્રાંચની છુપી કાર્યશૈલી ફરી એને એ જ અથવા તો નવા અધિકારીઓમાં બમણા જોરે ફુલીફાલી રહી હોય તે રીતે ચોકકસ ટીમ કે વ્યકિતઓ કામના નામે શિકારની શોધમાં વધુ રત રહેતા હોય છે. થોડા વખત પહેલા પોલીસના પ્યારા અને કમાઉ દીકરા જેવા મનાતા રોજ જેવું નામ ધરાવતા એક કુખ્યાત બુટલેગરને ૩૦ પેટીમાં કાપીને બાઇજત જવા દીધો હતો. આવી જ રીતે સંજય દ્રષ્ટ્રિવાળા એક બુટલેગરને સ્થળ પર જવા દેવા પાંચ પેટીમાં કામ પાર પાડયુ હતું. આ પ્રકરણ બાદ કદાચિત ઉચ્ચ અધિકારીઓએ કોઇ દાબ નહીં રાખ્યો હોય અથવા તો મીઠું મન રાખતા હોય તેમ આ સીલસીલો કામના નામે અવિરત ચાલી રહ્યાની ચર્ચા છે. જીએસટીમાં ખંખેરવા આવા અનેક છૂપા કામો બધં બારણે અથવા બ્રાંચની બહાર પાડતા હશે. છૂપા કામો કરનારાઓને અટકાવવા કે પગલાં લેવા તેઓના કામ પર નજર રાખવા ઉપરીઓ હોય જ છે, પરંતુ આ બધા ઉપરીઓ કાયમીપણે અંધારામાં જ રહેતા હશે ? કોઇ કન્ટ્રોલ નહીં હોય અથવા તો ઉઘાડી લૂંટની ખુલ્લી છૂટ હશે ? આવા પ્રશ્નો જાણકારોમાં ઉપજતા હશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application