છત્તીસગઢના ગારિયાબદં જિલ્લામાં એક એન્કાઉન્ટરમાં જવાનોએ ૩૬ કલાકમાં ૨૦ નકસલીઓને ઠાર કર્યા છે. જેમાં ૧ કરોડ પિયાના ઈનામવાળો જયરામ ઉર્ફે ચલપતિ પણ માર્યેા ગયો છે. તમામ મૃતદેહ અને હથિયારો મળી આવ્યા છે. રવિવાર રાતથી આજ બપોર સુધી ગોળીબાર થઈ રહ્યો છે. કુલહાડી ઘાટ સ્થિત ભાલુ દિગ્ગી જંગલમાં ૧૦૦૦ જવાનોએ ૬૦ નકસલવાદીઓને ઘેરી લીધા છે. મામલો મૈનપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.
આ એન્કાઉન્ટરમાં કોબ્રા બટાલિયનનો એક જવાન ઘાયલ થયો છે. ઘાયલોને એરલિટ કરીને રાયપુર લઈ જવામાં આવ્યો છે. આ પહેલા સોમવારે બે નકસલીઓના મોતની માહિતી સામે આવી હતી. ગારિયાબધં એસપી નિખિલ રખેચા, ઓડિશાના નુઆપાડા એસપી રાઘવેન્દ્ર ગુંડાલા, ઓડિશાના ડીઆઈજી નકસલ ઓપરેશન અખિલેશ્વર સિંહ અને કોબરા કમાન્ડન્ટ ડીએસ કથૈત તેનું મોનટરિંગ કરી રહ્યા છે.
છત્તીસગઢ અને ઓડિશા દ્રારા સંયુકત ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં ૧૦ ટીમો એકસાથે નીકળી હતી. ઓડિશાની ૩ ટીમો, છત્તીસગઢ પોલીસની ૨ ટીમો અને સીઆરપીએફની ૫ ટીમો આ ઓપરેશનમાં સામેલ હતી. જવાનો વિસ્તારમાં સર્ચ ઓપરેશન પર હતા ત્યારે નકસલવાદીઓએ તેમના પર હત્પમલો કર્યેા.
એન્કાઉન્ટરની માહિતી મળતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ મૈનપુર પહોંચી ગયા હતા. સુરક્ષાના કારણોસર ભાતીગઢ સ્ટેડિયમને છાવણીમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ વિસ્તારમાં વધારાના સુરક્ષા દળો તહેનાત કરવામાં આવ્યા હતા. તેમજ, ૩ આઈઈડી પણ મળી આવ્યા હતા. ૧૬ જાન્યુઆરીએ છત્તીસગઢ–તેલંગાણા બોર્ડર પર એન્કાઉન્ટર થયું હતું. જેમાં ૧૮ નકસલવાદીઓ માર્યા ગયા હતા. આ પૈકી એસસીએમ (સેન્ટ્રલ કમિટી મેમ્બર) દામોદરનું પણ મોત થયું હતું. દામોદર પર ૫૦ લાખનું ઈનામ જાહેર કરવામાં આવ્યું હતું. ફોર્સે ૧૨ નકસલવાદીઓના મૃતદેહ મેળવ્યા છે, જેમાંથી ૧૦ની ઓળખ કરી લેવામાં
આવી છે.
માર્યા ગયેલાઓમાં પાંચ મહિલા નકસલવાદીઓ પણ સામેલ છે. તેના પર કુલ ૫૯ લાખ પિયાનું ઈનામ હતું. નકસલી સંગઠનના લોકોએ જાતે જ ૬ નકસલીઓના મૃતદેહ લઈ ગયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂડીઝે રૂપિયાને સૌથી ખરાબ પ્રદર્શન કરનાર ચલણ ગણાવ્યું
January 24, 2025 10:39 AMભાટિયા કેન્દ્રમાં જવાહર નવોદયની લેવાતી પ્રવેશ પરીક્ષા
January 24, 2025 10:35 AMજોડિયા: ગીતા વિધાલયમાં રામચરિત માનસની અંખડ ચોપાઈના અનુષ્ઠાનનો પ્રવેશ
January 24, 2025 10:30 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech