રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના રસીના 2.53 કરોડ ડોઝ લોકોએ લીધા

  • June 29, 2021 11:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયજૂથના પાત્રતા ધરાવતા કુલ 4,93,20,903 લોકોમાંથી આજ સુધીમાં 40 ટકા લોકોને એટલે કે 1,98,62,582 લોકોને પ્રથમ ડોઝ
આપવામાં આવેલો છે. આવા વ્યક્તિઓમાંથી 55 લાખ 31 હજાર 284 ને બીજો ડોઝ અપાયો છે. આમ, સમગ્રતયા ગુજરાતમાં 2 કરોડ 53 લાખ 93 હજાર 866 રસીકરણ ડોઝ અત્યાર સુધી આપવામાં આવ્યા છે.

કોરોના રસીકરણ અભિયાનમાં મુખ્યમંત્રી  વિજયભાઈ રૂપાણીના દિશાદર્શનમાં ગુજરાતની અપૂર્વ સિદ્ધિ

કોરોના વેક્સિનેશન ડોઝમાં 2.50 કરોડ ડોઝનો આંક પાર કરતું ગુજરાત
    
29 જૂન મંગળવાર સુધીમાં સમગ્ર રાજ્યમાં કોરોના વેક્સિનના 2 કરોડ 53 લાખ 93 હજાર ડોઝ આપવામાં આવ્યા

રસીકરણના દરેક તબક્કે પર મિલિયન વેક્સિનેશનમાં ગુજરાત દેશમાં અગ્રેસર રાજ્ય પર મલિયન પોપ્યુલેશનમાં 3 લાખ 97 હજાર 572 વ્યક્તિઓનું રસીકરણ થયું
રાજ્યમાં રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18 થી વધુ વર્ષની વયના 40 ટકા લોકોને પ્રથમ ડોઝ અપાઈ ગયો

ગુજરાતે કોરોના સામેના પ્રતિકારક અને અમોઘશસ્ત્ર એવી રસીકરણ-વેક્સિનેશન અભિયાનમાં 2.50 કરોડ ડોઝનો આંક પાર કરી દીધો છે...મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના દિશા-દર્શનમાં રાજ્યભરમાં વેક્સિનેશનની ઝુંબશને આરોગ્ય કર્મીઓના પ્રયત્નો અને લોકોની જાગૃતિથી વ્યાપક પ્રતિસાદ મળી રહ્યો છે. તદ્અનુસાર, રાજ્યમાં 18 વર્ષથી ઉપરની વયના રસીકરણ માટે પાત્રતા ધરાવતા લોકો પૈકી 29 મી જૂન 2021 મંગળવાર સુધીમાં 2,53,93,866 વેક્સિનેશન ડોઝ આપી દેવાયા છે

ગુજરાત પર મિલિયન વેક્સિનેશનમાં પણ દેશના મોટા રાજ્યોમાં અગ્રેસર રહ્યું છે. ગુજરાતમાં પર મલિયન વેક્સિનેશનની સંખ્યા 3 લાખ 97 હજાર 572 ની છે.
અત્રે એ નિર્દેશ કરવો જરૂરૂ છે કે, 18 થી ઉપરની વયના પાત્રતા ધરાવતા કુલ 4 કરોડ 93 લાખ લોકોને કોરોના વેક્સિનના આપવાના થતા બે ડોઝ એટલે કે 9.86 કરોડ ડોઝમાંથી 2 કરોડ 53 લાખ ડોઝ એટલે કે 25 ટકા ડોઝ અત્યાર સુધીમાં આપવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વમાં નાગરિકોના વિનામુલ્યે રસીકરણના રાજ્ય સરકાર દ્વારા અમલી સફળ અભિયાનને પરિણામે ગુજરાતમાં રસીકરણ અભિયાન શરૂ થયાના માત્ર પાંચ મહિનામાં 2 કરોડ 53 લાખ 93 હજાર ડોઝ લોકોને આપીને કોરોના સામે સુરક્ષાક્વચ પુરું પાડવામાં આવ્યું છે


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS