સુરેન્દ્રનગરના પાટડીમાં આજે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી હતી, જેમાં ભૂગર્ભ ગટરની સફાઈ દરમિયાન બે કર્મચારી યુવકના ગેસ ગળતરને કારણે મૃત્યુ થયા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, બંને કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો વિના ભૂગર્ભ ગટરમાં કામ કરવા મોકલવામાં આવ્યા હતા.
પ્રાપ્ત વિગત મુજબ, ગટરમાંથી નીકળતા ઝેરી ગેસના કારણે બંને કર્મચારીઓને શ્વાસ લેવામાં તકલીફ પડી અને તેઓ બેભાન થઈ ગયા. સ્થાનિક લોકોએ તાત્કાલિક બંનેને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો, પરંતુ ત્યાં સુધીમાં ખૂબ મોડું થઈ ગયું હતું.
મૃતકોના પરિવારજનોએ આ ઘટના માટે જવાબદાર અધિકારીઓ સામે સખત કાર્યવાહીની માંગ કરી છે. તેમની માંગ છે કે આ કેસમાં સાપરાધ મનુષ્યવધ હેઠળ FIR નોંધવામાં આવે. સ્થાનિક પોલીસે ઘટનાની ગંભીર નોંધ લીધી છે અને તપાસ શરૂ કરી છે. આ ઘટનાએ એકવાર ફરી સફાઈ કર્મચારીઓની સુરક્ષાના મુદ્દાને ચર્ચાનો વિષય બનાવ્યો છે. સ્થાનિક NGO અને સામાજિક કાર્યકરોએ સફાઈ કર્મચારીઓને યોગ્ય સુરક્ષા સાધનો પૂરા પાડવાની અને તેમના જીવનની સુરક્ષા સુનિશ્ચિત કરવાની માંગ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોલીસ ભરતીમાં બોગસ ઉમેદવારનો પર્દાફાશ: મહેસાણામાં બનાવટી કોલલેટર સાથે યુવક ઝડપાયો
January 23, 2025 09:10 PMરાજકોટના જાહેર ટ્રસ્ટોની નોંધણી કચેરી દ્વારા અરજી બે દિવસીય નિકાલ ઝુંબેશ સફળ
January 23, 2025 07:23 PMગુજરાતમાં આ વર્ષે આટલા લાખ વિદ્યાર્થીઓ આપશે બોર્ડની પરીક્ષા...આંકડા જાહેર
January 23, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech