ભારતના આ 2 ખેલાડીઓને મળી ઇંગ્લેન્ડની ટિકિટ

  • July 26, 2021 07:57 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

ભારતીય ક્રિકેટ ટીમ હાલ એક સાથે બે દેશોના પ્રવાસે છે. સીનિયર ખેલાડીઓ વાળી ટીમ ટેસ્ટ સિરીઝ માટે ઈંગ્લેન્ડમાં હાજર છે. જ્યારે યુવાઓની ફોજ શ્રીલંકા પ્રવાસ પર છે. ઈંગ્લેન્ડમાં એક બાદ એક ત્રણ ખેલાઓને ઈજા થયા બાદ પસંદગીમાં આ દરેકના રિપ્લેસમેન્ટ માટે શ્રીલંકા પ્રવાસમાંથી બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. સૂર્યકુમાર યાદવ અને પૃથ્વી શોને વન ડેમાં સારુ પ્રદર્શન કરવા બદલ ઈંગ્લેન્ડની ટીમ સામેની મેચમાં સામેલ કરવામાં આવશે. આ બંને હવે શ્રીલંકા ટૂર પછી ઇંગ્લેન્ડ જવા રવાના થશે. BCCIએ એમને ઇંગ્લેન્ડ સામેની 5 ટેસ્ટ મેચની સિરીઝ માટે ઈજાગ્રસ્ત શુભમન ગિલ, વોશિંગ્ટન સુંદર અને આવેશ ખાનના સ્થાને પસંદ કર્યા છે. ઈન્ડિયા અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની શરૂઆત 4 ઓગસ્ટથી થશે.


 BCCIએ ટ્વીટ કરી જાણ કરાઈ

 


શુભમન ગિલ સિરીઝ પહેલા જ ઈજાગ્રસ્ત


ઈંગ્લેન્ડના પ્રવાસ પર ગયેલી ટીમના ઓપનર શુભમન ગિલ સિરીઝ પહેલા જ ઈજાગ્રસ્ત થયા હતા જેના કારણે તેઓ ભારત પરત આવી ગયા હતા. ત્યાં જ પ્રેક્ટિસ મેચ સમયે ઈજા થયેલા નેટ બોલર આવેશ ખાન અને ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદરને પણ ઈજાના કારણે પ્રવાસથી બહાર આવવું પડ્યું હતું. શુભમનને શિન ફ્રેક્ચર થયું હતું અને જેના કારણે તેમને આવનાર અમુક મહિનાઓ સુધી મેદાનની બહાર બેસવું પડશે.


ભારત-ઈંગ્લેન્ડની 4 ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ સીરીઝ


ભારતને ઈંગ્લેન્ડ સામે  4 ઓગસ્ટથી પાંચ મેચોની ટેસ્ટ સીરીઝમાં રમવાનું છે. આવેશ ખાન કાઉન્ટી સલેક્ટ ઈલેવનની સાથે રમવામાં આવેલા ભારતના પ્રેક્ટિસ મેચ વખતે પોતાની ટીમની વિરૂદ્ધ વિરોધી ટીમના પ્લેઈંગ ઈલેવનનો ભાગ હતા. 9 ઓવરની બોલિંગ કર્યા બાદ તેમને ઈજા પહોંચી હતી. જ્યાર બાદ તે મેચમાંથી બહાર થઈ ગયા હતા. ત્યાં જ વોશિંગ્ટન સુંદર પણ આ મેચમાં વિરોધી ટીમની તરફથી રમવા મેદાનમાં ઉતર્યા હતા અને ઈજાગ્રસ્ત થવાના કારણે આ પ્રવાસમાંથી બહાર થઈ ગયા. 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021