BREAKING NEWS

રાજકોટના કુખ્યાત બુટલેગરે દમણથી મોકલેલો 1965 બોટલ દારૂ પકડાયો

  • December 27, 2025 02:38 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટના કુખ્યાત બુટલેગરે દમણથી મોકલેલો 1965 બોટલ દારૂ પકડાયોનાતાલ પર્વ અને 31 ડિસેમ્બરે દારૂના ધંધાર્થીઓ એનકેન પ્રકારે દારૂ મંગાવી પ્યાસીઓ ને મોજ કરાવવા મેદાનમાં ઉતર્યા છે ત્યારે રાજ્ય પોલીસવડા વિકાસ સહાય દ્વારા રાજ્યભરમાં દારૂ અંગેની ડ્રાઇવના કરાયેલા આદેશના પગલે રાજકોટ શહેર પોલીસ કમિશનરની સૂચનાથી શહેર પીસીબી બ્રાન્ચની ટીમે બાતમીના આધારે અમદાવાદ તરફથી આવતા આઇસરમાં ગ્લાસ ફાઇબરના રો મટીરીયલ્સની આડમાં છુપાવેલ રાજકોટના કુખ્યાત બુટલેગરે દમણથી મોકલાવેલો 7.43 લાખના વિદેશી દારૂના જથ્થા સાથે ચોટીલાના ખોરાણા ગામના આઇસર ચાલકને ઝડપી પાડ્યો હતો.

પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા દ્વારા 31 ડિસેમ્બર સંદર્ભે શહેરમાં દારૂના ધંધાર્થીઓ તેમજ દારૂ સપ્લાયરો પર ઘોષ બોલાવી દારૂનો જથ્થો પકડી પાડવા કરેલા આદેશના પગલે પીસીબી બ્રાન્ચના પીઆઇ એમ આર ગોંડલીયાની સૂચનાથી પીઆઇ એમ જે હૂણની રાહબરીમા પીએસઆઇ પી બી ત્રાજિયા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળી હતી.

તે વેળાએ રાજકોટ અમદાવાદ હાઇવે પર સર્વિસ રોડ ઉપર ગ્લાસ ફાયબરનાં રો મટિરિયલની આડમાં મીનીટ્રકમાં દારૂનો મોટો જથ્થો આવતો હોવાની કુલદીપસિંહ જાડેજા, કરણ મારુ, યુવરાજસિંહ, વિજય મેતાને મળેલ બાતમીનાં આધારે પીસીબીનાં પી.એસ.આઈ પી.બી.ત્રાજિયા સહિતના સ્ટાફે દરોડો પાડી ખોડા નાથાભાઈ માલકીયા ઉ.વ.૩૫, રહે, ખોરાણા ગામ, તા.ચોટીલાને ઝડપી લીધો હતો.

પીસીબીએ ટ્રકની તલાસી લેતાં ૭.૪૩ લાખનો ૧૯૬૫ બોટલ વિદેશી દારૂ મળી આવતાં દારૂ, ફોન મીની ટ્રક મળી ૧૯.૪૮ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો, પોલીસે પ્રાથમિક તપાસ કરતા આ દારૂનો જથ્થો રાજકોટના નામચીન બુટલેગર યાકુબ મુસાભાઈ મોટાણીએ દમણથી મોકલ્યો હતો.

આ અંગેની કામગીરી પીઆઈ ગોંડલીયા, પી.આઈ હુંણ, પીએસઆઇ ત્રાજીયા, એ.એસ.આઇ સંતોષભાઈ મોરી, મયુર પાલરીયા મહિપાલસિંહ હરદેવસિંહ દેવરાજભાઈ રાહુલ ગીરી, શહીદ ની ટીમ જોડાઈ હતી.



યાકુબ મોટાણી સામે 21,હમીદ પરમાર સામે 12 ગુના દાખલ છે

રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે ૧૯૬૫ બોટલ વિદેશી દારૂ ઝડપી લીધો હતો તે સપ્લાય કરનાર રાજકોટના બુટલેગર યાકુબ સામે રાજકોટ, સુરતના કામરેજ, વાપી, વલસાડના ભીલાડ અને આણંદનાં વાસદ પોલીસ મથકમાં હત્યા અને દારૂ સહિત ૨૧ ગુનામાં સંડોવાઈ ચુક્યો છે. જ્યારે ઝડપાયેલ હમીદ મારામારી, જુગાર, અને રાયોટિંગ સહિતનાં ૧૨ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂકયા નું સામે આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application