BREAKING NEWS

રાજકોટ જિલ્લામાં ૧૯.૪૨ લાખ મતદારો જાહેર

  • April 01, 2026 06:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ આખરી મતદાર યાદી આજરોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે. રાજકોટમાં ૧૯.૪૨ લાખ જેટલા મતદારો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ શહેરમાં ૯.૮૫ લાખ મતદારો અને તાલુકામાં ૯.૫૬ લાખ મતદારો જાહેર કરવામાં આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકા, તાલુકા અને જિલ્લાપંચાયતની ચૂંટણી માટે ૧૮ હજાર જેટલા કર્મચારીઓની ફાળવણી કરવામાં આવનારી છે. ચૂંટણી માટે ઉપયોગમાં લેવામાં આવનારા વોટીંગ મશીનની ફાળવણી પણ કરી દેવામાં આવી છે. જેમાં અમુક મશીનોની ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે યારે બાકી રહેલા મશીનોની ચકાસણી આવતીકાલથી થઈ રહી છે.
રાજકોટ જિલ્લ ામાં આવનારા દિવસોમાં રાજકોટ જિલ્લા પંચાયત, રાજકોટ તાલુકા પંચાયત અને રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીઓ આવી રહી છે. ત્યારે આજે રાજકોટ જિલ્લ ાની આખરી મતદાર યાદી જાહેર થઇ છે જેમાં કુલ મતદારોની સંખ્યા ૧૯,૪૨,૪૭૪ થઈ છે. રાજકોટના ૧૧ તાલુકાના ૨૦૨ વોર્ડમાં ૩૬ સીટ અને ૧૧૮૯ પોલિંગ સ્ટેશન જાહેર કરાયા છે. રાજકોટ તાલુકામાં કુલ ૯,૫૬,૫૨૨ અને રાજકોટ શહેરમાં ૯.૮૫ લાખ મતદારો જાહેર કરવામાં આવ્યા છે. ચૂંટણીને ધ્યાને લેતા તત્રં દ્રારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા દરમિયાન આશરે ૧૮,૦૦૦ જેટલા કર્મચારીઓને ચૂંટણી કામગીરીનો ટૂંક સમયમાં ઓર્ડર કરવામાં આવશે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે કુલ ૬,૧૦૦ જેટલા ઇલેકટ્રોનિક વોટિંગ મશીનની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી આશરે ૫,૫૦૦ જેટલા વોટિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવશે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી માટે ફાળવેલા ૩,૧૦૦ મશીનમાંથી પ્રાથમિક તબક્કે ૨,૪૦૦ જેટલા મશીનનો ઉપયોગ કરવામાં આવશે. ચૂંટણી માટે ફાળવેલા વોટિંગ મશીનમાંથી કુલ ૫,૮૦૦ જેટલા મશીનોનું એફ.એલ.સી. ચેકિંગની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ગોંડલને ફાળવેલા ૩૦૦ જેટલા વોટિંગ મશીનોનું ચેકિંગ આવતીકાલથી શ થશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News