રાજકોટ મહાપાલિકામાં આગામી તા.૧૮ મે ને શનિવારે સવારે ૧૧ કલાકે જનરલ બોર્ડ મિટિંગ યોજવા આજે એજન્ડા પ્રસિધ્ધ કરાયો છે જેમાં વિવિધ પાંચ દરખાસ્તો સમાવિષ્ટ છે. અલબત્ત હજુ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી હોય પ્રશ્નોતરી થશે નહીં કે દરખાસ્તો અંગે નિર્ણય પણ લઇ શકાય નહીં આથી બધું જ પેન્ડિંગ રહેશે ફકત નિયમાનુસારની ઔપચારિકતા પૂર્ણ કરવા મિટિંગ મળશે. અલબત્ત હાલ સુધી ચૂંટણી પ્રચારમાં વ્યસ્ત રહેલા કોર્પેારેટરો બે મહિના બાદ કચેરીમાં જોવા મળશે.
વિશેષમાં આજરોજ પ્રસિધ્ધ એજન્ડામાં સમાવિષ્ટ્ર દરખાસ્તોમાં (૧) રાજકોટ મહાપાલિકાની ટી.પી.સ્કીમ નં.૩ નાના મવા, અંતિમ ખડં નં.૪ પૈકી (વાણીય વેંચાણ) હેતુ પ્લોટની ફાળવણી રદ કરવા, રાજકોટ મહાપાલિકાની વિવિધ સંવર્ગની જગ્યાઓ ઉપર સીધી ભરતી અને બઢતીથી નિયુકત થતા કર્મચારીઓને છઠ્ઠા પગારપચં અનુસાર પગાર બાંધણી કરતા ઉદભવેલી વિસંગતતાઓ દુર કરવા (૩) રાજકોટ મહાપાલિકાની માર્કેટ શાખામાં એન્ક્રોચમેન્ટ રિમુવલ ઇન્સ્પેકટરની હંગામી ઉપસ્થિત કરેલ નવ જગ્યાઓનો કાયમી સ્ટાફ સેટઅપમાં સમાવેશ કરવા (૪) વોર્ડ નં.૧૨માં વાવડીને લાગુ રામનગર વિસ્તારમાં પીવાના પાણીની સગવડતા આપવા તેમજ (૫) રાજકોટ મહાપાલિકાની હદમાં કડીયાનાકાથી નજીકના વિસ્તારમાં શ્રમિક બસેરા માટે જમીન ફાળવવા સહિતની દરખાસ્તો સમાવિષ્ટ છે
દર બે મહિને બોર્ડ મિટિંગ યોજવી ફરજિયાત: મેયર
મેયર નયનાબેન પેઢડિયાએ જણાવ્યું હતું કે ઘી જીપીએમસી એકટ–૧૯૪૯ અનુસાર દર બે મહિને જનરલ બોર્ડ મિટિંગ યોજવી ફરજિયાત છે. હજુ લોકસભા ચૂંટણીની આચારસંહિતા અમલી છે જેથી મિટિંગ મળશે પરંતુ પ્રશ્નોતરી થશે નહીં તેમજ દરખાસ્તો પેન્ડિંગ રહેશે
મેયરના આદેશથી એજન્ડા પ્રસિધ્ધ કર્યેા છે: મ્યુનિ.સેક્રેટરી
રાજકોટ મહાપાલિકાના સેક્રેટરી એચ.પી.પારેલીયાએ જણાવ્યું હતું કે ધી જીપીએમસી એકટ–૧૯૪૯ની જોગવાઇ મુજબ તેમજ મેયરના આદેશથી જનરલ બોર્ડ મિટિંગનો એજન્ડા પ્રસિધ્ધ કરાયો છે. આચારસંહિતા અમલી હોવાને કારણે પ્રશ્નોતરી ઇનવર્ડ કરાઇ નથી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરાજસ્થાન રોયલ્સે ગુજરાતને 8 વિકેટે હરાવ્યું, 14 વર્ષના વૈભવે 35 બોલમાં સદી ફટકારી રચ્યો ઈતિહાસ
April 28, 2025 11:18 PMRTE હેઠળ ધોરણ-1માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ જાહેર, 86 હજારથી વધુ વિદ્યાર્થીઓને શાળા ફાળવાઈ
April 28, 2025 10:10 PMકચ્છમાં ગમખ્વાર ત્રિપલ અકસ્માત, બાઈકસવાર દંપતી અને પુત્ર સહિત 3નાં કરુણ મોત
April 28, 2025 10:08 PMયુરોપમાં બ્લેકઆઉટ: ફ્રાન્સ, સ્પેન સહિત ઘણા દેશોમાં વીજળી ગુલ, પ્લેનથી મેટ્રો સુધી બધું ઠપ
April 28, 2025 07:21 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech