બિગબોસ 13 વિજેતા સિદ્ધાર્થ શુક્લ tiktok બંધ થવાથી ખુશ થયા, તો આ અભિનેત્રી થઈ વ્યથિત

  • October 28, 2020 02:04 AM 

 

 ભારતમાં 59 ચીની એપ્લિકેશન પર પ્રતિબંધ લગાવવામાં આવ્યા છે ત્યારે tiktok અને યુસી બ્રાઉઝર જેવી એપ્લિકેશન હવે જોવા મળશે નહી. સરકારે ઇન્ફોર્મેશન ટેકનોલોજીના કાયદા 69 એ હેઠળ આ પ્રતિબંધ લગાવ્યો છે. કેન્દ્ર સરકારે આ પગલુ એવા સમયે આવ્યું છે જ્યારે લદાખની  ગલવાન ઘાટી પર સીમા વિવાદ ઓછું થવાનું નામ લઇ રહ્યો ન હતો. ગત 15 જૂને સીમા વિવાદમાં ભારતીય સેનાના બે જવાનો શહીદ થઈ ગયા હતા. ચારે 70 જવાનો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જ્યારે ટીક ટોપ ટેન થવા પર બિગબોસ 13ના વિજેતા સિદ્ધાર્થ શુક્લા એ ખૂબ જ ખુશી વ્યક્ત કરી હતી.

 

 સિદ્ધાર્થ શુક્લા એ જણાવ્યું હતું કે મેં ક્યારેય tiktok એપ્લીકેશનનો ઉપયોગ કર્યો નથી અને હું tiktok ના વિડીયો જોવાનું ક્યારે પણ પસંદ કરતો ન હતો. પરંતુ જ્યાં સુધી ચાઈનીઝ એપ્લિકેશનમાં સમાવિષ્ટ tiktok ને સરકાર દ્વારા પ્રતિબંધિત કરવાની વાત છે, તો હું સરકારના આ નિર્ણય સાથે છું. આ મોકો છે કે ભારતીય કંપનીઓ પોતે એવી એપ્લિકેશન ડેવલપ કરીને દેશવાસીઓને તેની પસંદગીનું મનોરંજન પીરસી શકે છે, અને પોતાના દેશમાં એક સારું માર્કેટ ઊભું કરી શકે છે.

 

જયારે ટીએમસી સાંસદ અને બંગાળી અભિનેત્રી નુસરત જહાંએ પણ tiktok વિશે વ્યથિત થઈને જણાવ્યું હતું કે tiktok મારા માટે બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની જેમ જ છે. તેણે સરકારના નિયમ સામે કેટલાક સવાલ કર્યા હતા તેણે જણાવ્યું હતું કે આમ અચાનક નિર્ણય લેવાથી શું થશે, અને માત્ર એપ્લિકેશન બંધ કરવાથી શું થશે, એટલું જ નહીં તેણે એપ્લિકેશન બંધ કરવાની તુલના નોટબંધી સાથે કરી હતી અને જણાવ્યું કે સરકારના આ નિર્ણય બાદ ઘણા લોકોની નોકરી જતી રહેશે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS