ભુજના કંઢેરાઈ ગામમાં 18 વર્ષની યુવતી 540 ફૂટ ઊંડા બોરવેલમાં પડી જતા ગ્રામજનોના જીવ બે દિવસથી અદ્ધરતાલ છે. ગઈકાલ સવારથી ફાયર વિભાગ અને એનડીઆરએફનું રેસ્ક્યૂ ઓપરેશન ચાલી રહ્યું છે. જો કે, હજુ સુધી યુવતીને બહાર કાઢવામાં સફળતા મળી નથી. મોઢે આવેલો કોળિયો છિનવાય ગયો હોય તેવો ઘાટ જોવા મળ્યો છે. કારણ કે, મોડીરાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં માત્ર 60 ફૂટ છેટુ હતું ત્યાં જ રેસ્ક્યૂના સાધનોમાંથી યુવતી છટકી જતા ફરી બોરવેલમાં પડી ગઈ છે.
તંત્રની રાત-દિવસ યુવતીને બહાર કાઢવા મથામણ
રેસ્ક્યૂ ટીમો સતત 27 કલાકથી વધુ સમયથી યુવતીને બહાર કાઢવા પ્રયાસ કરી રહી છે. બોરવેલમાં હજુય યુવતી ફસાયેલી છે. NDRF, BSF, આર્મી, ડિઝાસ્ટર, ફાયર વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર રાત-દિવસ યુવતીને બહાર કાઢવા મથામણ કરી રહ્યું છે.
યુવતી ફરી બોરવેલમાં નીચે પડી ગઈ
મોડીરાત્રે યુવતીને બોરવેલમાંથી બહાર કાઢવામાં આવી રહી હતી. ત્યારે યુવતીને નીચેથી ઉપર લઈ જવામાં આવી રહી હતી. તે દરમિયાન માત્ર 60 ફૂટ બાકી હતું, ત્યારે જ અડચણ આવતા રેસ્ક્યૂ સાધનોમાંથી યુવતી ફરી બોરવેલમાં નીચે પડી ગઈ હતી. બોરવેલમાંથી યુવતીને કાઢવા માટે હજુ ઘણો સમય લાગી શકે છે.
કચ્છ વહીવટી તંત્ર સતત ખડેપગે
આ રેસ્ક્યૂ ઓપરેશનમાં ગાંધીનગરથી NDRFની ટીમ પણ કામે લાગી છે. સોમવારે સવારના 6 વાગ્યાની યુવતી બોરવેલમાં ફસાયેલી છે. રેસ્ક્યૂ કામગીરી માટે કચ્છ વહીવટી તંત્ર પણ સતત ખડેપગે તહેનાત છે.
નાનકડા ગામમાં લોકોમાં ભયનો માહોલ
અંતરિયાળ ગામ કંઢેરાઈમાં યુવતી બોરવેલમાં પડી જવાની ઘટના સમગ્ર જિલ્લામાં ચર્ચાનો વિષય બની છે. 108 એમ્બ્યુલન્સ સ્ટાફ, ફાયર વિભાગ અને આરોગ્ય કર્મીઓ ખડેપગે બોરવેલમાં પાઇપ વડે ઓક્સિજન પહોંચાડી રહ્યા છે. ઘટનાની જેમ જેમ જાણ થઈ રહી છે તેમ તેમ આસપાસના લોકો એકઠા થઇ રહ્યા છે. ભીડના કારણે બચાવ કામગીરી પર કોઈ અસર ના પડે તે માટે પોલીસ કર્મચારીઓ હાજર લોકોને દૂર રહેવા સૂચના આપી રહ્યા છે. મુખત્વે ખેતી અને પશુપાલનનો વ્યવસાય ધરાવતું નાનું ગામ દુઃખદ બનાવથી ગમગીન થઇ ગયું છે.
યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ
ઘટનાની ગંભીરતાને લઇ કચ્છ જિલ્લા કલેક્ટર અમિત અરોરા પણ ઘટનાસ્થળે પહોંચ્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે, બોરવેલમાં મૂકેલા કેમરામાં યુવતી અંદાજિત 500 ફૂટ ઉંડે ફસાઇ હોવાનું સ્પષ્ટ થયું છે. જો કે, ભોગ બનનાર યુવતી જીવે છે કે નહીં તે અંગે યુવતીની મુવમેન્ટ તપાસવાની કામગીરી હાલ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે. યુવતીની સ્થિતિ જાણ્યા બાદ વધુ કામગીરી શરૂ કરાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપોરબંદરમાં રાજ્યકક્ષાની જુડો સ્પર્ધાનો થયો પ્રારંભ
April 26, 2025 12:07 PMજામનગર-દ્વારકામાંથી ત્રણ ડઝન જેટલા પાકિસ્તાનીઓને પરત મોકલાયા
April 26, 2025 12:07 PMઆવાસ યોજનાના ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા 19 ફ્લેટમાં વિજ ઉપકરણોને થયું મોટું નુકસાન
April 26, 2025 12:04 PMદોઢસો કરોડની છેતરપીંડી, બોગસ દસ્તાવેજ અને ગન લાયસન્સના ગુનામાં ત્રિપુટી ઝડપાઇ
April 26, 2025 12:01 PMભાણવડ નજીક છકડા રીક્ષાની અડફેટે બાઈક સવાર દંપતિ ઇજાગ્રસ્ત
April 26, 2025 11:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech