ગુજરાતમાં ૧૮ થી ૨૦ લાખ પક્ષીઓ દેવભૂમિ દ્રારકામાં સૌથી વધુ પ્રજાતિ

  • October 01, 2024 02:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ગુજરાતમાં પક્ષીઓની આબાદી ૧૮ થી ૨૦ લાખ થવાની વાત સામે આવી છે. નળ સરોવર ૩.૬૨ લાખથી વધુ પક્ષીઓ સાથે સૌથી વધુ પક્ષીઓ ધરાવતું હોયસ્પોટ બની ગયું છે.
આ તથ્ય ગુજરાત સરકારના વન વિભાગ તરીફથી તૈયાર કરવામાં આવેલા ગુજરાત બર્ડ ડાયવર્સિટી રિપોર્ટ ૨૦૨૩–૨૪માં સામે આવ્યું છે. રાયના વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આ રિપોર્ટ જાહેર કર્યેા છે. ગુજરાત ૫૦ હજારથી વધુ સ્થાનિક અને વિદેશી પ્રવાસી પક્ષીઓનું કેન્દ્ર છે અને અહીં ૧૮ થી ૨૦ લાખ પક્ષીઓની આબાદી છે. દેવભૂમિ દ્રારકામાં સૌથી વધુ ૪૫૬ પ્રજાતિના પક્ષીઓ જોવા મળે છે, આંતરરાષ્ટ્ર્રીય સીમા ધરાવતા કચ્છ જીલ્લામાં ૧૬૧ પ્રજાતિઓના ૪.૫૬ લાખથી વધુ પક્ષીઓ જોવા મળ્યા છે. જામનગરમાં ૨૨૧ પ્રજાતિના ૪ લાખથી વધુ પક્ષીઓ છે.
અમદાવાદમાં ૩.૬૫ લાખ પક્ષીઓની આબાદી છે અને ૨૫૦થી વધુ પ્રજાતિઓના પક્ષી છે. કચ્છના રણમાં હજારો ગ્રેટર લેમિંગો પ્રવાસ દરમ્યાન આવે છે. જેનાથી આ સફેદ રણ ગુલાબી રંગમાં ફેરવાય જાય છે.
નળ સરોવર, નડા બેટ અને થોલ જેવા સ્થાનો પર ૫૦ હજારથી વધુ સ્થાનિકો અને વિદેશી પ્રવાસી પક્ષીઓ અહીં પડાવ નાખે છે.
વનમંત્રીએ કહ્યું કે, ગુજરાત દર વર્ષે શિયાળામાં પ્રવાસી બાર–હેડેડ હંસોનું સ્વાગત કરે છે, જે ૭૦૦૦ મીટરથી વધુની ઉંચાઈ પર હિમાલયથી યાત્રા કરે છે અને ઠંડીથી બચવા માટે ગુજરાતને પોતાનું સ્થાયી ઘર બનાવે છે. જામનગરની જળવાયુ માર્શ લેમિંગો, પેલિકન અને ક્રેન્સને આકર્ષિત કરે છે.
ગુજરાત સહિત સમગ્ર દેશમાં ૨ થી ૮ ઓકટોબર સુધી વન્યજીવ સંરક્ષણ સાહની ઉજવણી કવામાં આવશે.
સરકારે પશુ–પક્ષીઓની વિશેષ સંભાળ માટે કણા અભિયાન, પશુ હેલ્પલાઈન અને મોબાઈલ ચિકિત્સા સેવા શ કરી છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application