જસદણ તાલુકા પંચાયત કચેરીમાં ફરજ બજાવતા બહાર ગામના કર્મચારીઓને રહેવા માટેની સમસ્યા દૂર કરવા અને કર્મચારીઓના અપડાઉનને રોકવા માટે રુ. 6.43 કરોડના ખર્ચે 18 આવાસોનું નિર્માણ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
જસદણ તાલુકા પંચાયતમાં ફરજ બજાવતા બહાર ગામના કર્મચારીઓ ઓફિસના કામકાજના કલાકો પૂરા થયા પછી પોતાના વતનમાં જતા રહેતા હોવાનું અને બીજા દિવસે પરત આવતા હોવાની બાબતે ઘણી વખત મોડું વહેલું થઈ જતું હોવાથી તેની અસર ઓફિસના કામકાજમાં અને અરજદારોના પ્રશ્નો ઉકેલવામાં થતી હોવાની વાત આ વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા સમક્ષ પહોંચતા તેમણે આ સંદર્ભે આવાસ યોજના માટેની દરખાસ્ત વર્ગ ૩ અને વર્ગના કર્મચારીઓ માટે મૂકી હતી. પંચાયત વિભાગની આ દરખાસ્તને માર્ગ મકાન વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવી છે અને સીડીપી ત્રણ યોજના અંતર્ગત બી-1 ટાઈપના છ યુનિટ અને બી ટાઈપના 12 યુનિટ સ્ટાફ ક્વાર્ટર બનાવવાનો નિર્ણય કરાયો છે. આ માટે રૂપિયા 6.43 કરોડની રકમને વહીવટી મંજૂરી પણ આપી દેવામાં આવી છે.
જસદણના વાજસુરપરા ખાતે તાલુકા પંચાયતના સ્ટાફ માટેના ક્વાટર છે પરંતુ તે તૂટી જતા તેનો ઉપયોગ થતો નથી. અન્ય તાલુકાઓમાંથી આવતા કર્મચારીઓને ભાડાના મકાનમાં રહેવું પડે છે. સ્થાનિક કક્ષાએ રહી પોતાની ફરજો સારી રીતે બજાવી શકે તે માટે હયાત જગ્યા ઉપર જરૂરિયાત મુજબના નવા સ્ટાફ ક્વાટર્સ બનાવવા માટે કર્મચારીઓ દ્વારા માગણી કરવામાં આવી હતી અને કર્મચારીઓની આ માગણીને ધ્યાનમાં રાખી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળીયાએ દરખાસ્ત મોકલી હતી. જે માર્ગ મકાન પંચાયત વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવી છે.
સરકાર દ્વારા કામને વહીવટી મંજૂરી મળતા હવે આ પ્રોજેક્ટના અંદાજો સહિતની ટેકનિકલ અને વહીવટી કામગીરી તાત્કાલિક કરવા માટે માર્ગ અને મકાન પંચાયત વિભાગના કાર્યપાલક ઇજનેર અને નાયબ કાર્યપાલક ઇજનેરને પણ સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતના 99 ટકા લોકો પોતાના ધર્મ પર કાયમ, ધર્મ પરિવર્તનમાં અમેરિકા સૌથી આગળ
April 22, 2025 04:23 PMરેલવેની મોટી સફળતા: ઋષિકેશથી કર્ણપ્રયાગ 7 કલાકને બદલે માત્ર બે કલાકમાં પહોંચી શકાશે
April 22, 2025 03:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech