મેકિસકોમાં બસ પલટી જતાં ૩ બાળકો સહિત ૧૮ના મોત

  • October 07, 2023 11:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મેકિસકોના ઓકસાકામાં શુક્રવારે એક ભયાનક અકસ્માત થયો હતો. આ માર્ગ અકસ્માતમાં ૩ બાળકો સહિત ૧૮ લોકોના મોત થયા છે, યારે ૨૭ લોકો ઘાયલ થયા હોવાનું કહેવાય છે. મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. મૃતકોમાં બાળકો ઉપરાંત ૧૩ પુષ અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં બાકીના ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, યાં તેમની સારવાર ચાલી રહી છે.


મૃતકોમાં મોટા ભાગના લોકો વેનેઝુએલા અને હૈતીના રહેવાસી છે. મૃતકોમાં બાળકો ઉપરાંત ૧૩ પુષ અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં બાકીના ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, યાં તેમની સારવાર ચાલી રહી છે. ઓકસાકા પોલીસે જણાવ્યું કે બસમાં ૫૫ લોકો બેઠા હતા. તેમાંથી મોટાભાગના વેનેઝુએલાના હતા. આ ભયાનક અકસ્માત ઓકસાકા અને પાડોશી રાય પુએબ્લાને જોડતા નેશનલ ધોરીમાર્ગ પર બન્યો હતો. મુસાફરો અમેરિકન–મેકિસકન સરહદ સુધી પહોંચવા માટે સમગ્ર મેકિસકોમાં બસ દ્રારા મુસાફરી કરે છે.

ગયા અઠવાડિયે પણ અકસ્માત થયો હતો, જેમાં ૧૦ લોકોએ જીવ ગુમાવ્યા હતા. મેકિસકોમાં દરરોજ આવી ઘટનાઓ બનતી રહે છે. ગયા રવિવારે પણ એક ટ્રકને અકસ્માત નડો હતો. તે કયુબન સ્થળાંતર કરનારાઓને દક્ષિણના રાય ચિયાપાસમાં લઈ જઈ રહ્યો હતો. તે ચિયાપાસમાં અચાનક પલટી ગયો હતો. આ અકસ્માતમાં ઓછામાં ઓછા ૧૦ કયુબન ઇમિગ્રન્ટસ મૃત્યુ પામ્યા હતા, યારે ૨૫ ઘાયલ થયા હતા.અગાઉ જુલાઈમાં પણ આવો જ એક દુ:ખદ અકસ્માત થયો હતો. જેમાં ૨૭ લોકોના મોત થયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application