BREAKING NEWS

બગસરા, બાબરા, ખાંભામાં જુગાર રમતા ૧૮ શખસો ઝડપાયા: સાત નાસી છૂટયા

  • June 19, 2026 10:30 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


અમરેલી જિલ્લાના બગસરા, બાબરા અને ખાંભામાં પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૮ શખ્સોને ઝડપી લઇ રોકડ ૪૧૮૭૦ની રોકડ કબ્જે લઇ કાર્યવાહી કરી હતી, ખાંભામાં દરોડા દરમિયાન સાત શખસો નાશી છૂટતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
ખાંભામાં મોટા બારમણ ગામે અઘોર સીમ વિસ્તારમાં સ્થાનિક પોલીસે દરોડો પાડી જુગાર રમતા ભરત ભાભલુભાઇ ખુમાણ, મધુ દાદાભાઇ વ (બન્ને રહે.મોટા બારમણ), હેમરાજ ટપુભાઇ કોટીલા (રહે.નાના બારમણ), ગૌતમ ભીમભાઇ વ (રહે.મીઠાપુર તા.જાફરાબાદ), અરજણ ભીખાભાઇ પરમાર, સંજય બધાભાઇ જોગદિયા, (બન્ને રહે.નવીજીકાદ્રી તા.જાફરાબાદ), ઇમરાન કેસરખાન બ્લોચ (રહે.કડીયાળી તા.જાફરાબાદ)ને ઝડપી લેવામાં આવ્યા હતા દરોડા દરમિયાન પોલીસે સ્થળ પરથી અને હાજર શખ્સોની અગં ઝડતી દરમિયાન રોકડ ૧૪,૪૩૦ની મત્તા કબ્જે કરી હતી. જયારે રેઇડ દરમિયાન બાલુ શેઠ (રહે.સાણાવાંકીયા તા.ગીર ગઢડા), કુમારસિંહ જોધાભાઇ ગોહિલ, રણુભા ગોહિલ (બન્ને રહે.ટીંબી તા.જાફરાબાદ), રવિ મંગળુભાઇ ખાચર (રહે.નવી જીકાદ્રી તા.જાફરાબાદ), રાજુ ભુપતભાઇ વ (રહે.મીઠાપુર તા.જાફરાબાદ), હરેશ બચુભાઇ વ (રહે.એભલવડ તા.જાફરાબાદ), પ્રતાપ કથુભાઇ વ (રહે.નવી જીકાદ્રી તા.જાફરાબાદ)ના નાશી છૂટતા તમામ સામે પોલીસે ગુનો નોંધી નાસી જનારની શોધખોળ હાથ ધરી છે.
બાબરામાં જુગાર રમતા પાંચ પકડાયા
બાબરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, સમઢિયાળા ગામની મેલડી માતાજી વાળા સીમમાં કેટલાક શખ્સો ગોળ કુંડાળું વળી તીનપતીની જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે, જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી સુભાષ ગોરધનભાઇ ખાવડીયા, સુનિલ ગોરધનભાઇ ખાવડીયા, (ત્રણેય રહે.નીલવડા, તા.બાબરા), અશોક ગીરધરભાઇ વાઘેલા, ઉમેશ ઉર્ફે દિકુ કનુભાઇ વાઘેલા,(બન્ને રહે.સમઢિયાળા, તા.બાબરા)ને ઝડપી લઇ રોકડ ૧૪,૬૪૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરવામાં આવી હતી.
બગસરામાં જુગાર રમતા છ ઝડપાયા
બગસરા પોલીસ સ્ટાફને બાતમી મળી હતી કે, નટવરનગરમાં જાહેરમાં કેટલાક શખસો તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે જે બાતમીના આધારે બગસરા પોલીસે વીકાસ અશોકભાઇ ડાભી, આશીષ મનોજભાઇ ડાભી, રાહત્પલ વીનુભાઇ ડાભી, ભવદીપ કાળુભાઇ ડાભી,મેહત્પલ મુકેશભાઇ ડાભી,વીશાલ મુકેશભાઇ ડાભી તમામ (રહે.બગસરા) લઇ રોકડ ૧૨,૮૦૦ની મત્તા કબ્જે કરી ગુનો નોંધ્યો હતો



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application