ગોંડલમાં ૯૦ આશા વર્કર બહેનોની આરોગ્ય તપાસમાં ૧૮ને કેન્સર

  • February 22, 2025 11:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં હાઇપરટેન્શન (બીપી) ના ૬૨,૨૭૫ ડાયાબિટીસના ૪૨,૮૭૩ અને કેન્સરના ૫૧૮ દર્દીઓ એનસીડી પોર્ટલ પર હોવાની માહિતી જાહેર કરાયાના બીજા જ દિવસે વધુ ચોકાવનારી આંકડાકીય માહિતી બહાર આવી રહી છે. રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્રારા હાલ બીપી ડાયાબિટીસ અને કેન્સરના હીડન કેસ શોધી કાઢવા માટે મેગા ડ્રાઇવ કેમ્પેઇન ચલાવવામાં આવી રહી છે. તેના ભાગપે ગઈકાલે ગોંડલ ખાતે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ કેમ્પ માં ૯૦ આશા વર્કર બહેનોના સર્વાઇકલ કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સંદર્ભે તપાસણી કરવામાં આવતા ૧૮ ને બ્રેસ્ટ કેન્સર હોવાનું પ્રાથમિક દ્રષ્ટ્રિએ જણાયું છે. આ ૧૮ માંથી ૧૩ મહિલાઓને મેમોગ્રાફી માટે જિલ્લા કક્ષાની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા છે અને પાંચને ઓરલ ફોલોઅપ કેન્સરની તપાસ માટે રીફર કર્યા છે.
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્રારા ગોંડલ ખાતે સરકારી હોસ્પિટલમાં આવો કેમ્પ યોજાયો હતો અને તેમાં સૌરાષ્ટ્ર્ર કેન્સર કેર એન્ડ રિસર્ચ ઇન્સ્િટટયૂટ ના કેન્સરના જાણીતા તબીબો હાજર રહયા હતા. કોઈને કેન્સર છે કે નહીં તેની તપાસ માટે જો ખાનગી હોસ્પિટલમાં જાય તો અંદાજે પિયા પાંચ થી છ હજારનો ખર્ચ થાય પરંતુ જિલ્લા પંચાયત આયોજિત આ કેમ્પમાં કોઈ જાતના ફી ની વસુલાત કરવામાં આવી નથી અને વિનામૂલ્યે તપાસણી કરી દેવામાં આવી છે.
ગોંડલ ખાતેના સરકારી હોસ્પિટલના આ કેમ્પમાં ૩૦ વર્ષથી વધુ વયની આશા વર્કર બહેનોના આરોગ્યની તપાસણી કરવામાં આવી હતી.
રાજકોટ જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ છેલ્લા બે દિવસથી શ થયેલી મેગા ડ્રાઇવ કેમ્પેઈન આગામી તારીખ ૩૧ માર્ચ સુધી ચાલુ રાખવામાં આવશે અને તેમાં ૩૦ વર્ષથી વધુ વયની વ્યકિતનું ડાયાબિટીસ બ્લડપ્રેશર અને કેન્સરની પ્રાથમિક તપાસ વિનામૂલ્યે કરી આપવામાં આવશે. રાજકોટ જિલ્લાના નાગરિકો જિલ્લાની કોઈપણ આરોગ્ય સંસ્થા ખાતેથી આ લાભ લઈ શકશે. જિલ્લા કલેકટર પ્રભવ જોશી જિલ્લા વિકાસ અધિકારી આનંદુ સુરેશ ગોવિંદ જિલ્લા આરોગ્ય અધિકારી આર. આર. ફુલમાલીના માર્ગદર્શન હેઠળ આ અંગેની કામગીરી ચાલી રહી છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application