રાજકોટમાં કોરોનાના ૧૮ કેસ મળ્યા'તા મહાનગરપાલિકા તંત્રએ વિગતો છૂપાવી

  • January 20, 2024 02:51 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકા દ્રારા કોરોનાના કેસ છુપાવવાની પ્રવૃત્તિ હજુ પણ ચાલુ જ હોવાનું બહાર આવ્યું છે, રાજકોટમાં છેલ્લા ચાર માસમાં કોરોનાના ૧૮ કેસ મળ્યા હતા પરંતુ તંત્રએ તેની વિગતો જાહેર કરવાને બદલે છુપાવી હોવાનું બહાર આવ્યું છે.

વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકા જનરલ બોર્ડમાં પ્રશ્નકાળમાં કોર્પેારેટરએ કોરોનાના કેસો અંગે પૂછેલા પ્રશ્નના લેખિત જવાબમાં આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે રાજકોટ શહેરમાં છેલ્લા ચાર મહિના દરમ્યાનમાં મતલબ કે તા.૧–૯–૨૦૨૩થી તા.૩૧–૧૨–૨૦૨૩ સુધીના સમયગાળામાં કોરોનાના ૪૮૨૯ ટેસ્ટ કરવામાં આવ્યા હતા તેમજ ૧૮ જેટલા પોઝીટીવ કેસ મળ્યા હતા. કોરોના મુદ્દે જન આરોગ્યની દરકાર લેવા મહાનગરપાલિકા દ્રારા કરવામાં આવેલી કામગીરીની વિગતોનું પત્રકથી અલગથી મોકલી આપ્યુ છે. મહત્વપૂર્ણ છે કે આ પ્રશ્ન બોર્ડની પ્રશ્નોત્તરીમાં સૌથી છેલ્લા ૨૦મા ક્રમે ધકેલી દેવાયો હતો તેથી ચર્ચામાં આવ્યો ન હતો પરંતુ લેખિત જવાબ મોકલતા તેમાં આ સત્ય હકીકત ઉજાગર થઇ હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application