ધરારનગર, પાણાખાણ, લાડવા શેરી અને ધ્રોલમાં દરોડા : 41 હજારની રોકડ અને ગંજીપતા જપ્ત
જામનગર શહેરના ધરારનગર-1 અને પાણાખાણ વિસ્તારમાં તિનપતીનો જુગાર રમતા 10 શખ્સોને 23 હજારની રોકડ સાથે પકડી લીધા હતા જયારે જામજોધપુરમાં 4 અને ધ્રોલમાં 4 પત્તાપ્રેમી પોલીસની પકકડમાં આવ્યા હતા કુલ ચાર દરોડામાં 18 જુગારીને ઝડપી લેવાયા હતા.
જામનગરના ધરારનગર-1માં જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અંજવાળે ગંજીપતા વડે જુગાર રમતા ધરારનગરના સીદીક આમદ જુણેજા, આમદ તમાચી સોરા, ઇબ્રાહીમ હાજી જુણેજા, યુનુસ હુશેન રાવકડા, ઇસ્માઇલ ઉમર જુણેજા તથા કાસમ મામદ જુણેજા નામના શખ્સોને સીટી-બી પોલીસે દરોડા દરમ્યાન રોકડા 10050 અને ગંજીપતા સાથે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં જામનગરના ગરીબનગર પાણાખાણ વિસ્તાર, કાંતી મીલ પાસે જાહેરમાં તિનપતીનો જુગાર રમતા પાણાખાણના સલીમ કરીમ જેડા, બેડેશ્ર્વરના ઓસમાણ જાનમામદ સફીયા, પાણાખાણના રફીક સલીમ બુચડ અને તિરુપતી સોસાયટીમાં રહેતા રમેશ ભીખા પરમાર નામના શખ્સોને દરોડા દરમ્યાન રોકડ 13040 અને ગંજીફા સાથે ઝડપી લીધા હતા.
ત્રીજા દરોડામાં જામજોધપુરની લાડવા શેરી પાસે જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા તિરુપતી સોસાયટીના શાંતીલાલ ગીગા શીલુ, સન્યાસી આશ્રમ ખાતે રહેતા પરેશ લખમણ જોશી, જનતા બાગ પાસે રહેતા કિરીટ મોહન બગથરીયા અને જામજોધપુરના ટપુ કેશુ ગંભીર નામના ઇસમોને રોકડા 13200 તથા સાહિત્ય સાથે પકડી પાડયા હતા.
આ ઉપરાંત ધ્રોલના પટેલ સમાજ સામે ગેસ્ટહાઉસ પાછળ ઝાડની નીચે ગંજીપતાની મોજ માણતા ધ્રોલના ઉત્તમ શાલીરામ સીસોદીયા, કાનજી નારણ ગઢવી, મહેશ મે ગોદરીયા અને કાન્તી ઇશ્ર્વર ડાંગરોચીયા નામના શખ્સોને રોકડ 4760 અને ગંજીપતા સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામજોધપુર VHP દ્વારા પહેલગામ આંતકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલી અપાઈ
April 26, 2025 06:56 PMજામનગર : 150 કરોડની છેતરપિંડી કરનાર 3 આરોપી ઝડપાયા
April 26, 2025 06:25 PMભાજપમાં હવે ભ્રષ્ટાચાર એ શિષ્ટાચાર થઈ ગયો છે : અમિત ચાવડા
April 26, 2025 05:15 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech