રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વોર્ડ ઓફિસર, મેનેજર અને ઇજનેરની ભરતી માટે ગઇકાલે લેવાયેલી લેખિત પરીક્ષામાં 1793 ઉમેદવારો ગેરહાજર રહ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જુદા-જુદા સંવર્ગોની ખાલી જગ્યાઓ ભરવા માટે અગાઉ વર્તમાનપત્રમાં જાહેરાત આપી અરજીઓ ઓનલાઈન માધ્યમથી મંગાવવામાં આવેલ જેમાં મેનેજર, વોર્ડ ઓફિસર, આસી.એન્જીનીયર (મિકેનિકલ)ની જાહેરાત આપવામાં આવેલ હતી આ જગ્યાઓ માટે અરજી કરેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા ગઇકાલે રાજકોટ શહેરનાં જુદા-જુદા છ પરીક્ષા કેન્દ્રો ખાતે લેવાઇ હતી. જેમાં એકંદરે કુલ 4442 ઉમેદવારો નોંધાયેલ હતા જે પૈકી કુલ-2649 ઉમેદવારો દ્વારા લેખિત પરીક્ષા આપવામાં આવેલ અને 1793 ઉમેદવારો લેખિત પરીક્ષામાં ગેરહાજર રહ્યા હતા.
ઉમેદવારોને પરીક્ષા સમયના એક કલાક પહેલા પરીક્ષા ખંડમાં સંપુર્ણ વિડીયોગ્રાફી કરીને એન્ટ્રી આપવામાં આવેલ તેમજ પરીક્ષા ખંડમાં મોબાઈલ, ઈલેક્ટ્રોનીક્સ ગેઝેટ, કેલ્ક્યુલેટર, અને સ્માર્ટ વોચ, સાથે લઈ જવા પર મનાઈ કરવામાં આવી હતી.
એકંદરે લેખિત પરીક્ષા સંપૂર્ણ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઇ હતી. આ પરીક્ષાઓની પ્રોવિઝનલ આન્સર કી મહાપાલિકાની વેબસાઈટ ઉપર આગામી સમયમાં પ્રસિધ્ધ કરવામાં આવનાર છે. જેની સબંધિત ઉમેદવારોએ નોંધ લેવા જાણ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech