શરદી અને કફમાંથી છુટકારો મેળવવા આ ઘરેલુ ઉપાય કરો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

દરેક ઋતુમાં પરિવર્તન આવે ત્યારે તબિયત ખરાબ થવાની સંભાવના વધી જતી હોય છે એવામાં લોકોને શરદી ખાંસી અને શરીરમાં દુખાવાની સમસ્યા થતી હોય છે. પોતાને તંદુરસ્ત રાખવા માટે ખાસ જડીબુટ્ટી નો ઉપયોગ કરશોતો સ્વસ્થ અને નિરોગી રહી શકાશે. આ જડીબુટ્ટીઓ ઘરની અંદર જ મળી રહે છે.

 

તુલસી

 

તુલસીને એલર્જી સ્વાસ્થ સંબંધી સમસ્યા બ્રોન્કાઇટિસ જેવી સમસ્યા વગેરે માંથી છુટકારો મેળવવા માટે કારગત માનવામાં આવે છે, રોજ તમે બે પાંદડા તુલસીનું સેવન કરશો કે પછી ચામાં નાખીને ઉપયોગ કરશો તો તમને શરદી અને કફમાં રાહત થશે.

 

આદુ

 

આદુને પણ જડીબુટ્ટી તરીકે જોવામાં આવે છે તાજેતરની એક શોધમાં એ તો કે સામે આવ્યું છે કે જો આદુનો રોજિંદુ સેવન કરવામાં આવે તો અસ્થમાના દર્દીને પણ આરામ મળે છે. તેની સાથે ચા સાથે સેવન કરવું જોઈએ આ ઉપરાંત તીખા કે મધ સાથે પણ ખાવાથી સ્વાસ્થ્ય સંબંધી એલર્જીમાં રાહત મળે છે.

 


વિછીવટી

 

આ એક બારમાસી છોડ છે ,જેનો ઉપયોગ દરેક ઉંમરમાં કરી શકાય છે, અને ઋતુગત એલર્જીમાં ઘણી લાભકારક છે.

 

રોઝમેરી

 

તાજા અને સૂકા રોઝમેરી નો પ્રયોગ ઘણાં ગ્રંથોમાં કરવામાં આવે છે, એ સંશોધનમાં એ પ્રમાનિત થયું છે કે એલર્જી સામે લડવાની ક્ષમતા હોવાના કારણે અસ્થમાના દર્દીઓને આરામ પહોંચાડે છે.

 

ઓર્ગેનો

 

આ એક ઇટાલિયન જડીબુટ્ટી છે જે સ્વાસ્થ્ય સંબંધી ઘણા બધા રોગોમાં લાભકારક છે અને તેનો સપ્લિમેન્ટ તરીકે પણ ઉપયોગ કરી શકાય છે. ઓર્ગેનો જેલની ગોળી અને કેપસુલનનો પણ સ્વાસ્થ્ય વર્ધક તરીકે  ઉપયોગ કરવામાં આવે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS