રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા આજે વિકલી એપેડમિક રિપોર્ટ જાહેર કરાયો હતો જેમાં પાણીજન્ય રોગચાળો વકર્યો હોવાનું ચિત્ર ઉપસ્યું છે. શહેરમાં કમળાના પાંચ, ટાઈફોઈડના ત્રણ અને ઝાડા ઉલ્ટીના ૨૨૧ સહિત પાણીજન્ય રોગચાળાના ૨૨૯ કેસ મળ્યા હતા તેમજ અન્ય વિવિધ રોગચાળાના કેસ મળી કુલ ૧૭૭૫ કેસનો આંક જાહેર કરાયો હતો. રાજકોટ શહેરમાં પાણી જન્ય રોગચાળો વકર્યો હોવા છતાં આઇસ ફેકટરીઓ અને ઠંડા પીણાંની દુકાનોમાં ચેકિંગ કરાતું નથી, તદઉપરાંત પાણીના સેમ્પલ લેવા પ્રબળ લોકમાંગ ઉઠવા પામી છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાના ચીફ હેલ્થ ઓફિસરએ જાહેર કરેલા રિપોર્ટમાં જણાવ્યા મુજબ શરદી-ઉધરસના ૭૫૯ કેસ, તાવના ૭૮૬ કેસ, ઝાડા ઉલ્ટીના ૨૨૧ કેસ, ટાઈફોઈડના ત્રણ કેસ, કમળાના પાંચ કેસ અને ડેંગ્યુનો એક કેસ નોંધાયો છે, આ મુજબ કુલ ૧૭૭૫ કેસ નોંધાયા છે. તેમણે ઉમેર્યું હતું કે, ડેંગ્યુનો એક કેસ મળતા મચ્છરની ઘનતા વધુ હોય તેવા વિસ્તારોમાં વહિકલ માઉન્ટેન ફોગીંગ મશીન ફોગીંગ કામગીરી કરવામાં આવી હતી તથા રોગચાળાની દ્રષ્ટિએ સંવેદનશીલ સોસાયટી, મુખ્ય મંદિરો, બગીચા, ખુલ્લા પ્લોટ, સરકારી શાળાઓ, જાહેર રસ્તાઓ તથા વધુ માનવસમુદાય એકઠો થતો હોય તેવા તમામ વિસ્તારો ફોગીંગ કરાયું હતું. શહેર વિસ્તારમાં રહેણાક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાનો જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણી બાયલોઝ અંતર્ગત તેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવેલ છે. આ કામગીરી હેઠળ રહેણાક સિવાય અન્ય ૧૪૫ પ્રીમાઇસીસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ કરવામાં આવી હતી. જેમાં મચ્છર ઉત્પતિ બદલ રહેણાંકમાં ૨૯ અને કોર્મશીયલ ૧૭ને નોટીસ ફટકારવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત એસટી બસના ભાડામાં 10% નો વધારો, આજ મધ્યરાત્રિથી નવા દરો લાગુ, આટલા લાખ મુસાફરોને પડશે અસર
March 28, 2025 10:57 PMખેડૂતો માટે ખુશખબર: મકાઈ, બાજરી, જુવાર, રાગીની સીધી ખરીદી, ક્વિન્ટલ દીઠ 300 રૂપિયા બોનસ
March 28, 2025 10:55 PMવિધાનસભામાં મુખ્યમંત્રીના સંબોધનમાં ભાજપના જ 40 ધારાસભ્યો ગેરહાજર, કોંગ્રેસ પણ દૂર રહી
March 28, 2025 10:53 PMમ્યાનમારથી થાઈલેન્ડ સુધી ભૂકંપથી તબાહી, 188ના મોત, 800થી વધુ ઘાયલ
March 28, 2025 10:50 PMસુરત દુષ્કર્મ કેસમાં હાઇકોર્ટે મેડિકલ ગ્રાઉન્ડ પર આસારામને 3 મહિનાના હંગામી જામીન આપ્યા
March 28, 2025 06:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech