જામનગર જિલ્લામાં ૧૭૭૦૯ યુવા મતદારો નોંધાયા

  • December 12, 2023 12:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તા.૯ ડીસે. સુધીમાં કુલ ૨૦૩૫૫ મતદારો ઉમેરાયા: તા.૫ જાન્યુ. સુધી કચેરીમાં ઓનલાઇન કાર્યવાહી ચાલું રહેશે: મતદાર સુધારણા ઝુંબેશમાં કુલ ૫૩૮૦૪ લોકોએ ભાગ લીધો

રાજયના ચૂંટણી પંચના આદેશ બાદ તા.૨૭ ઓકટોબરથી તા.૯ ડીસેમ્બર સુધી જામનગર શહેર-જિલ્લામાં ઠેર-ઠેર ખાસ સંક્ષીપ્ત મતદાર સુધારણા યાદી યોજાઇ હતી, આ ઝુંબેશમાં કુલ ૫૩૮૦૪ નાગરીકોએ ભાગ લીધો હતો, ખાસ કરીને નવા ૨૦૩૫૫ મતદારો ઉમેરાયા હતાં જેમાં ૧૭૭૦૯ જેટલા યુવા મતદારો ઉમેરાયા છે.
જિલ્લા કલેકટર બિજલ શાહના માર્ગદર્શન હેઠળ ચૂંટણી શાખાએ ૧૨૪૧ બુથો ઉપર તા.૫ અને ૨૬ નવેમ્બર તેમજ તા.૩ અને ૯ ડીસેમ્બર એમ ચાર દિવસોમાં નવા મતદારો નોંધવા, નામ કમી કરવા સહિતની ઝુંબેશ શરુ કરી હતી, તા.૯ ડીસેમ્બરના રોજ ૨૦૩૫૫ નવા મતદારો નોંધાયા હતાં, આ ઝુંબેશમાં જિલ્લામાં ૮૫૯૫ નવા, ૧૮ વર્ષથી ઉપરના યુવા મતદારો તેમજ ૨૦ થી ૨૯ વર્ષના ૨૦૯૧૪ મતદારો થઇ કુલ ૧૮ થી ૨૯ વર્ષના ૧૭૭૦૯ મતદારો નોંધાયા હતાં. મૃત્યુ, લગ્ન વિષયક અને અન્ય કારણોસર જેમના મતદાર યાદીમાંથી નામ કમી થયા છે તેવા મતદારો હતાં અને રવિવાર ૨૫૧૮ નામ કમી થયા હતાં.
જાણવા મળતી માહીતી મુજબ હજુ તા.૫ જાન્યુઆરી સુધી તા.૧ જાન્યુઆરી ૨૦૨૪ સુધીમાં ૧૮ વર્ષ પુરા કર્યા હોય તેવા લોકો હજુ પણ વોટર સર્વિસ પોર્ટલ એપ્લીકેશન, વોટર્સ ડોટ ઇસીઆઇ ડોટ ગોવ ડોટ ઇન વેબસાઇટમાંથી ઘર બેઠાં તેમજ મામલતદાર કચેરી ખાતે થઇને તા.૫ જાન્યુઆરી સુધી ઓનલાઇન કાર્યવાહી કરી શકશે, જરુર પડયે હેલ્પલાઇન નં.૧૯૫૦નો સંપર્ક કરી શકશે. આમ લોકસભાની ચૂંટણીને ઘ્યાનમાં લઇને જામનગરનું વહિવટી તંત્ર એલર્ટ બની ગયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application