રાજકોટમાં દિવાળીના તહેવારોમાં પ્યાસીઓની પ્યાસ બુજાવવા બુટલેગરો દારૂ ઉતારવા સક્રિય થયા છે તો બીજી તરફ આવા બુટલેગરો ને ઝડપી લેવા પોલીસે પણ શસ્ત્રો સજાવી બાતમીદારોને કામે લગાડી દારૂ અને દારૂના ધંધાથી બુટલેગરોને ઝડપી લેવા જાળ બીજ આવી છે ત્યારે શહેર એલસીબી ઝોન 2 ટીમે ચોક્કસ બાતમીના આધારે ગંગોત્રી પાર્ક એકમાં આવેલ મકાનમાં તેમજ કાર અને રિક્ષામાંથી 68,000નો વિદેશી દારૂ અને મુદ્દામાલ સાથે આરોપીને રંગેહાથ ઝડપી લીધો હતો.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રિજેશકુમાર જા અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા ડીસીપી ઝોન ટુ રાકેશ દેસાઈની સૂચનાથી એલસીબી ઝોન 2 પીએસઆઇ આર.એચ. ઝાલા અને ટીમ વિસ્તાર પેટ્રોલિંગમાં નીકળ્યા હતા.
તે દરમિયાન ટીમને મળેલ ચોક્કસ હકીકતના આધારે ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવેલ ગંગોત્રી પાર્ક શેરી નંબર એક માં કેતન જગદીશભાઈ સિંધવ ઉંમર વર્ષ 30 વાળાના મકાન નંબર 21 માં દરોડો પાડ્યો હતો આદરોડા દરમિયાન મકાનમાંથી તેમજ ઘર બહાર પાર્ક કરેલી કાર તેમજ રિક્ષામાંથી અલગ અલગ બ્રાન્ડનો વિદેશી દારૂ બોટલ નંગ 174 કિંમત રૂપિયા 68,940 નો મળી આવ્યો હતો.
જેથી એલસીબી ની ટીમે દારૂ ફ્રન્ટી કાર gj 03 k3368 તેમજ અતુલ શક્તિ રીક્ષા જી જે ઝીરો થ્રી એ ઝેડ 94 49 તેમજ મોબાઇલ મળી કુલ 2, 28,940ના મુદ્દા માલ સાથે આરોપી કેતન જગદીશભાઈ સિંધવ ઉંમર વર્ષ 30 રહે ગંગોત્રી પાર્ક શેરી નંબર એક વાળા ને ઝડપી પૂછપરછ હાથ ધરતા દારૂ દીપુ સુંદર દાસ લાખાણી નામના બુટલેગરે આપ્યાની કબુલાત આપતા તેની શોધખોળ શરૂ કરી છે અત્રે ઉલ્લેખનીય છે કે ઝડપાયેલો કેતન સિંધવ અગાઉ યુનિવર્સિટી પોલીસ મથકમાં પ્રોહિબિશનના ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે.
આ અંગેની કામગીરીમાં પીએસઆઇ આર એચ ઝાલા, એ.એસ.આઇ રાજેશભાઈ મિયાત્રા, હેડ કોન્સ્ટેબલ રાહુલભાઈ ગોહિલ, શક્તિસિંહ ગોહિલ, ધર્મેન્દ્રભાઈ વાઘિયા , ધર્મરાજસિંહ ઝાલા કુલદીપ સિંહ રાણા સહીતની ટીમ જોડાઈ હતી.