નેપાળમાં આવેલા ભારે પૂર અને ભૂસ્ખલનના પગલે અત્યાર સુધીમાં ૧૭૦ લોકોના મોત થયા છે અને ૪૨ લોકો ગુમ છે. બાગમતી નદી હજુ પણ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. શાળાઓ અને કોલેજો બધં કરી દેવામાં આવી છે, અને બચાવ કામગીરી ચાલી રહી છે.
ભારતના પાડોશી દેશ નેપાળમાં ભારે વરસાદને કારણે ત્યાં પૂર અને ભૂસ્ખલનની સમસ્યા ઊભી થઈ છે. દેશના પૂર્વ અને મધ્ય વિસ્તારોના મોટા ભાગોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. ગૃહ મંત્રાલયના અધિકારીઓ દ્રારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પૂર અને ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં ૧૭૦ લોકોએ જીવ ગુમાવ્યા છે, યારે ૪૨ લોકો લાપતા છે. કાઠમંડુની મુખ્ય નદી બાગમતી મુશળધાર વરસાદ બાદ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. પરિસ્થિતિને જોતા વહીવટીતંત્રે ત્રણ દિવસ માટે તમામ શાળા–કોલેજો બધં કરી દીધી છે.
ગૃહ મંત્રાલયના પ્રવકતા ઋષિરામ પોખરેલે આપેલી માહિતી અનુસાર, દેશમાં પૂર સંબંધિત ઘટનાઓમાં ૧૧૧ લોકો ઘાયલ થયા છે. પોખરેલે કહ્યું કે તમામ સુરક્ષા એજન્સીઓની મદદથી શોધ અને બચાવ કામગીરી ચાલી રહી છે. તેમણે કહ્યું કે નેપાળી સેનાએ દેશભરમાં ફસાયેલા ૧૬૨ લોકોને એરલિટ કર્યા છે. આ ઉપરાંત નેપાળી આર્મી, નેપાળ પોલીસ અને સશક્ર પોલીસ દળના જવાનો દ્રારા અસરગ્રસ્ત વિસ્તારોમાંથી ૪,૦૦૦ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. બચાવી લેવામાં આવેલા લોકોને અનાજ સહિત તમામ જરી રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું છે.
ઋષિરામ પોખરેલે જણાવ્યું હતું કે ભૂસ્ખલન અને પાણી ભરાવાને કારણે રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેા ખોરવાઈ રહ્યા છે. જેના કારણે અહીં સેંકડો લોકો ફસાયેલા છે. અવરોધિત રાષ્ટ્ર્રીય ધોરીમાર્ગેા ખોલવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત કાઠમંડુને અન્ય જિલ્લાઓ સાથે જોડતો મુખ્ય ભૂમિ માર્ગ ત્રિભુવન હાઈવે પર ટ્રાફિક ફરી શ થઈ ગયો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર પૂરને કારણે નેપાળમાં ઓછામાં ઓછા ૩૨૨ મકાનો અને ૧૬ પુલને નુકસાન થયું છે.
નેપાળમાં વિનાશક પૂર તબાહી મચાવી રહ્યું છે. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે તેઓએ ૪૦–૪૫ વર્ષેામાં કાઠમંડુ ખીણમાં આટલા વિનાશક પૂર અને પાણી ભરાયેલા કયારેય જોયા નથી. ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઇન્ટીગ્રેટેડ માઉન્ટેન ડેવલપમેન્ટના આબોહવા અને પર્યાવરણ નિષ્ણાત અણ ભકત શ્રેે જણાવ્યું હતું કે, 'મેં આ પહેલા કાઠમંડુમાં આટલા પ્રમાણમાં પૂરની સ્થિતિ જોઈ નથી.
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે, આબોહવા પરિવર્તનને કારણે સમગ્ર એશિયામાં વરસાદનું પ્રમાણ અને સમય બદલાઈ રહ્યો છે, પરંતુ પૂરની વધતી અસરનું મુખ્ય કારણ માનવીય પ્રવૃત્તિઓ જેમ કે બિનઆયોજિત બાંધકામ છે. દેશના ઘણા ભાગોમાં પૂર અને ભૂસ્ખલનના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ઘણા હાઇવે અને રસ્તાઓ ખોરવાઈ ગયા છે, સેંકડો ઘરો અને પુલોને નુકસાન થયું છે અને સેંકડો પરિવારો વિસ્થાપિત થયા છે.કાઠમંડુની મુખ્ય નદી બાગમતી, શુક્રવાર અને શનિવારે પૂર્વી અને મધ્ય નેપાળમાં મુશળધાર વરસાદ પડા બાદ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે બંગાળની ખાડી પર નીચા દબાણની સ્થિતિ અને ચોમાસાના કારણે શનિવારે અસાધારણ રીતે ભારે વરસાદ થયો હતો. મંગળવાર સુધી વરસાદ ચાલુ રહેવાની આગાહી છતાં રવિવારે થોડી રાહત થઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં છેલ્લા બે વર્ષમાં પર્યટન સ્થળો પર જાણો કેટલા સહેલાણીઓ ઉમટ્યા, આંકડો જાણી ચોકી જશો
January 24, 2025 04:35 PMઅમૂલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના 1 લિટરના પાઉચના ભાવમાં 1 રૂપિયાનો ઘટાડો, જાણો નવા ભાવ
January 24, 2025 04:03 PMજામનગરના ચેક રીટર્ન કેસમાં બે વર્ષની કેદ ૮.૫૦ લાખના દંડનો હુકમ યથાવત
January 24, 2025 04:01 PMઘરે જ બનાવો રેસ્ટોરન્ટ સ્ટાઇલ 'કોબી બ્રોકોલી મખની', બાળકો પણ આ હેલ્ધી વાનગી ખાશે ખૂબ જ રસથી
January 24, 2025 03:54 PMઅમેરિકામાં ૫૦૦થી વધુ ઘૂસણખોરોની હકાલપટ્ટી, લશ્કરી વિમાનમાં દેશ બહાર કર્યા
January 24, 2025 03:52 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech