જામનગરમાં મ્યુકો માઇકોસિસના વોર્ડમાં સારવાર લઈ રહેલા એક સાથે ૧૨ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં રજા અપાઈ

  • June 08, 2021 10:56 AM 

છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા બે દર્દી દાખલ થયા: ૮ દર્દીઓ પર મેજર સર્જરી: કુલ ૧૩૩ દર્દીઓ સારવાર હેઠળઃ મ્યુકો માઇકોસીસના વોર્ડમાં દાખલ થયેલા બે દર્દીઓના ગઇકાલે બપોર પછી મૃત્યુ: કોરોના અને અન્ય બીમારી કારણભૂતઃ જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકો માઇકોસિસના કુલ ૨૦૪ કેસ સામે આવ્યા: જ્યારે ૨૭ દર્દી સાજા થયા

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોરમાઈસિસના કેસ દિન-પ્રતિદિન વધતા જાય છે, અને વધુ ૨ દર્દીઓ સામે આવતાં તેઓને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ૧૩૩ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ વધુ ૮ મેજર સર્જરી કરવામાં આવી હતી. આ વોર્ડમાં દાખલ થયેલા બે દર્દીઓના ગઇકાલે બપોર પછી મૃત્યુ થયા હતા. જોકે બંનેના મૃત્યુનું કારણ કોરોના તેમજ અન્ય બીમારી હોવાનું જાહેર થયું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ ૨૦૪ દર્દીઓ નોંધાયા છે.

જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૨ દર્દીઓનો ઉમેરો થયો છે. અને હાલ ૧૩૩ દર્દીઓ બ્લેક ફંગસની બીમારીની સારવાર મેળવી રહ્યા છે.

ઉપરોક્ત દર્દીઓ પૈકી ૮ દર્દીઓ પર મેજર સર્જરી કરવામાં આવી હતી. ઉપરાંત મ્યુકો માઇકોસિસના વોર્ડમાં દાખલ રહેલા બે દર્દીઓના ગઇકાલે બપોર પછી મૃત્યુ નીપજયા છે. જેઓનું મૃત્યુ કોરોનાની બીમારી ઉપરાંત ડાયાબિટીસ સહિતની બીમારીના કારણે થયું હોવાનો અભિપ્રાય મળ્યો છે.

મ્યુકો માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૦૪ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૭ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. અત્યાર સુધીમાં ૨૭ થી વધુ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS