જામનગરમાં મ્યુકોર્માઇકોસિસમાં સારવાર લઈ રહેલા વધુ ૧૨ દર્દીઓની તબિયતમાં સુધારો થતાં રજા અપાઈ

  • June 09, 2021 12:27 PM 

છેલ્લા ૨૪ કલાક દરમિયાન નવા ૪ દર્દી દાખલ થયા: ૮ દર્દીઓ પર મેજર સર્જરી કરાઇ: કુલ ૧૩૦ દર્દીઓ સારવાર હેઠળ: મ્યુકરમાઇકોશિશના વધુ એક દર્દીએ ખાનગી હોસ્પીટલમાં દમ તોડ્યો: કોરોના સહીતની બીમારી સામે ૫૦ થી વધુ દિવસનો જંગ લડ્યો હતો: જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં અત્યાર સુધીમાં મ્યુકોર્માઈકોશિશના કુલ ૨૦૮ કેસ સામે આવ્યા: જ્યારે ૩૯ દર્દી સાજા થયા

જામનગરની સરકારી જી જી હોસ્પિટલમાં મ્યુકોરમાઈસિસ ના કેસ દિન-પ્રતિદિન વધતા જાય છે, અને વધુ ૪ દર્દીઓ સામે આવતાં તેઓને જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હાલ ૧૩૦ દર્દીઓ સારવાર હેઠળ છે. તેમજ વધુ ૮ મેજર સર્જરી કરવામાં આવી હતી. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૨ દર્દીઓ સાજા થતાં હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને અત્યાર સુધીમાં કુલ ૨૦૪ દર્દીઓ નોંધાયા છે. જ્યારે જામનગરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ રહેલા બ્લેક ફંગસ ના દર્દીએ દમ તોડયો છે.

જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ માં મ્યુકોર્માઇકોસિસ (બ્લેક ફંગસ) ના જુદા જુદા ચાર વોર્ડ શરૂ કરવામાં આવ્યા છે, અને તમામ દર્દીઓની સધન સારવાર ચાલી રહી છે. જેમાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન વધુ ૪ દર્દીઓનો ઉમેરો થયો છે. અને હાલ ૧૩૦ દર્દીઓ બ્લેક ફંગસ ની બીમારી ની સારવાર મેળવી રહ્યા છે. ઉપરોક્ત દર્દીઓ પૈકી ૮ દર્દીઓ ઉપર મેજર સર્જરી કરવામાં આવી હતી.

મ્યુકોર્માઇકોસિસના વોર્ડમાં અત્યાર સુધીમાં ૨૦૪ થી વધુ દર્દીઓ સામે આવ્યા છે, જ્યારે અત્યાર સુધીમાં પાંચ દર્દીઓના મૃત્યુ નિપજ્યાનું જાહેર કરાયું છે. ઉપરાંત કુલ ૭ દર્દીઓની એક એક આંખ કાઢવી પડી છે. અત્યાર સુધીમાં ૩૯ થી વધુ દર્દીઓ સાજા થઇ જતાં રજા આપી દેવાઈ છે.

જામનગરમાં એસટી રોડ પર આવેલી એક ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવી રહેલા મ્યુકર માઈકોશિશના એક દર્દીનું ગઈ રાત્રે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે. જેઓ કોરોના સહિતની બીમારી સામે ૫૦થી વધુ દિવસનો જંગ લડ્યા હતા દરમિયાન ગઇરાત્રે મૃત્યુ થયું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS