રાજકોટના યુનિવર્સિટી રોડ પર આવેલી સરિતા વિહાર સોસાયટીના એક રાત બધં પડેલા મકાનમાં તસ્કરોએ ત્રાટકીને લાખો રૂપિયાની માલમત્તાની ચોરી કર્યાની અને સોસાયટીમાં જ પડેલા બે બાઈક લઈને નાશી છૂટાની ઘટનાને પગલે પોલીસમાં દોડધામ મચી ગઈ છે. તસ્કરો મકાનમાં ચોરી કર્યા બાદ બાઈકમાં ભાગતા સીસીટીવીમાં દેખાયા છે. જે આધારે પોલીસે તસ્કરોનું પગેરુ દબાવવા માટે પ્રયાસો હાથ ધર્યા છે.
પ્રા માહિતી મુજબ, સરિતા વિહાર સોસાયટી બ્લોક નં.૭૯માં રહેતા મિઠાપુરના વતની જયરાજસિંહ હરપાલસિંહ ઝાલાના ગત રાત્રીના બધં પડેલા મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. મુખ્ય દરવાજાનો લોક તોડા વિના તસ્કરો અંદર ઘુસ્યા હતા. રૂમમાં કબાટના તાળા તોડા હતા અંદર રહેલી વસ્તુઓ વેર–વિખેર કરી નાંખી હતી. ૧૩ લાખની રોકડ ઉપરાંત ૪ તોલા સોનાના ઘરેણા તસ્કરો લઈ ગયા હતા. ઘરમાં ચોરી કર્યાની સાથે જ સોસાયટીમાં બહાર પડેલા બે બાઈક પણ તસ્કરોએ ચોર્યા હતા. આ બાઈકમાં જ તસ્કરો નાશી છુટા હતા.
બાંધકામ વ્યવસાય સાથે સંકળાયેલા જયરાજસિંહ ગઈકાલે પરિવાર સાથે સાળંગપુર ગયા હતા. આજે સવારે પરત ફરતાં મકાનના મુખ્ય દરવાજાનું તાળુ સહી સલામત હતું. તાળુ ખોલીને અંદર જતાં સામાન વેર–વિખેર હતો અને કબાટ ખુલ્લ ો હતો. તપાસ કરતાં ઘરમાં રહેલી રોકડ અને ઘરેણા ગાયબ હતા. તુર્ત જ પોલીસને જાણ કરાઈ હતી. ક્રાઈમ બ્રાંચ, એસઓજી, યુનિવર્સિટી પોલીસનો કાફલો બનાવ સ્થળે દોડી આવ્યો હતો. ઘરમાં ચોરી કર્યાની સાથે તસ્કરો મકાન બહાર પડેલા બે બાઈક પણ ઉઠાવી ગયાનું જાણવા મળ્યું હતું. પોલીસે સોસાયટીમાં રહેલા સીસીટીવી કેમેરા ચેક કરતાં તસ્કરો મકાનમાં જતાં અને બહાર નીકળતાં દેખાયા હતા. બાઈક ચલાવી તસ્કરો બ્રિજ પર થઈ કટારીયા ચોકડી તરફ નાસી ગયાની પોલીસને વિગતો મળી હતી. જેથી એ તરફના સીસીટીવી ચેક કરવા માટે પોલીસે કવાયત હાથ ધરી છે. આસપાસમાં ચાલી રહેલી બાંધકામ સાઈટો પર કામ કરતાં વ્યકિતઓની પોલીસે પૂછતાછ આરંભી છે.
જો કોઈ આવી ચડે તો બચાવ માટે સાથે પથ્થરોનો ઢગલો કર્યેા હતો
બધં મકાનમાં ચોરી કરવા ઘુસેલા તસ્કરોએ રાત્રી દરમિયાન જો ઘરધણી કે અન્ય કોઈ આવી ચડે તો નાસી છૂટવા અથવા તો તેમનો સામનો કરવા માટે સાથે પથ્થરો પણ લઈ ગયા હતા. મકાનની અંદરથી પથ્થરોનો ઢગલો પણ જોવા મળ્યો હતો જે આધારે પોલીસે એવું અનુમાન લગાવ્યું છે કે, જો કોઈ પકડે તો પથ્થરોના છૂટ્ટા ઘા કરીને નાસી જવાય
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationત્રીજો રાજકીય પક્ષ સ્થાપનાર શંકરસિંહ વાઘેલા ભાલા સાથે ઊતરશે ચૂંટણી જંગમાં
November 21, 2024 10:35 PMઈન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટે ઈઝરાયેલના PM નેતન્યાહુ વિરુદ્ધ ધરપકડ વોરંટ કર્યુ જાહેર...જાણો ગુનો શું છે
November 21, 2024 09:32 PMસાંજ સુધીમાં અદાણીને બીજો મોટો ફટકો, કેન્યાએ અદાણી ગ્રૂપ સાથેનો કરાર કર્યો રદ્દ
November 21, 2024 09:31 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech