રૂરલ એસઓજી ટીમે દરોડો પાડી ૮.૬૭ લાખના ગાંજા સાથે પેડલરને ઝડપી લીધો: સુરતના સોનગઢથી ખેપ મારી આવનાર બેલડીની શોઆજકાલ પ્રતિનિધિ
ઉપલેટાના ચીખલીયા ગામે રહેણાંક મકાનમાંથી રલ એસઓજી ટીમે દરોડો પાડી અહીંથી ૧૭ કિલોથી વધુ ગાંજા સાથે પેડલરને ઝડપી લીધો હતો. જયારે સુરત નજીક સોનગઢથી ગાંજો લાવી આપનાર બે કેરિયરને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રેન્જ ડીઆઈજી નિર્લિ રાય અને જિલ્લા પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર દ્રારા રાજકોટ જિલ્લામાં માદક પદાર્થને લગતી પ્રવૃત્તિને સદંતર નાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. જે સૂચના અનુસંધાને રલ એસઓજી પીઆઈ એફ.એ. પારગીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ જી.જે. ઝાલા તથા તેમની ટીમ ધોરાજી, ઉપલેટા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. દરમિયાન કોન્સ્ટેબલ કલ્પેશભાઈ કોઠીવારને હકીકત મળી હતી કે, ઉપલેટાના ચીખલીયા ગામે સિરાજ હનીફભાઈ વિસર પોતાના રહેણાંક મકાનમાં ગાંજાનો જથ્થો લાવી વેચાણ કરી રહ્યો છે. જે હકીકતના આધારે રલ એસઓજીની ટીમે દરોડો પાડી મકાનમાંથી . ૮,૬૭,૧૦૦ ની કિંમતનો ૧૭.૩૪૨ કિલોગ્રામ ગાંજાનો જથ્થો કબજે કરી સિરાજ હનીફભાઈ વિસર(ઉવ ૨૩ રહે. ચિખલિયા ગામ, મોટી મારડ, ઉપલેટા હાલ રહે. નુરાનીપરા, કોઠારીયા સોલવન્ટ, રાજકોટ) સામે એનડીપીએસ એકટની કલમ હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી.
ગાંજા સાથે ઝડપાયેલા શખસની પુછતાછ કરતા ગાંજાનો જથ્થો નવાજ અશરફભાઈ મધરા ( રહે ભાયાવદર, ઉપલેટા) અને વસીમ ઈકબાલ રફાઈ (રહે સિલ્વર રેસીડેન્સી, ધોરાજી રોડ, ઉપલેટા) નામના શખસો સુરત નજીક સોનગઢથી સાહ પૂર્વે લાવી તેને આપી ગયા હતા. વસીમ ટ્રક ડ્રાયવિંગ કરતો હોય તે નવાજ અને અન્ય એક શખસ સાથે અગાઉ પણ ચારેક વાર ગાંજાની ખેપ મારી આવ્યો છે. બંને ખેપિયા ગાંજાનો જથ્થો સુરત સહિતના સ્થળોએથી લાવી અહીં સિરાજ વિસરને આપી દેતા હતા. જે બાદ સિરાજ છૂટકમાં ગાંજાનો વેપલો કરતો હતો.
આ કામગીરી રલ એસઓજી પીઆઇ એફ.એ. પારગી, પીએસઆઇ જી.જે. ઝાલા, એએસઆઈ પરબતભાઈ શામળા, વિપુલભાઈ ગુજરાતી, ફિરોજભાઈ બ્લોચ, હેડ કોન્સ્ટેબલ વિજયભાઈ વેગડ, ચંદુભાઈ પલાળીયા, ક્રિપાલસિંહ જાડેજા, કોન્સ્ટેબલ વિજયગીરી ગોસ્વામી, વિપલભાઈ ગોહિલ, કલ્પેશભાઈ કોઠીવાર, ચિરાગભાઈ કોઠીવાર, રઘુભાઈ ત્રકટા, નિર્મળસિંહ ચુડાસમા, પૃથ્વીરાજસિંહ ડોડીયા, નવદીપભાઈ બાબરીયા, રણજીતભાઈ ધાધલ અને અમુભાઈ વીરડા સાથે રહ્યા હતાં