રાજકોટ જિલ્લામાં જુગારના ત્રણ દરોડામાં ૧૭ પત્તાપ્રેમીઓ ઝડપાયા

  • September 22, 2023 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ જિલ્લામાં જુગારના અલગ અલગ ત્રણ દરોડમાં પોલીસે ૧૭ પત્તાપ્રેમીઓને ઝડપી લીધા હતા. ધોરાજી ઉપલેટા અને ભાયાવદર પોલીસે પાડેલા જુગારના આ દરોડા દરમિયાન રૂપિયા ૫૬,૬૨૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
જુગારના આ દરોડાની જાણવા મળતી વિગતો મુજબ, ધોરાજી તાલુકા પોલીસ મથકના સ્ટાફને અહીંના ભોલગામડા ગામમાં બાવળ વાડી તરફ જવાના રસ્તે જાહેરમાં જુગાર રમતા પાંચ શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા ૧૪,૮૬૦ કબજે કર્યા હતા. જુગાર રમતા પકડાયેલા શખસોમાં અતુલ શાંતિભાઈ વાછાણી, મનસુખ ડાયાભાઈ બગડા, આશિષ કિરીટભાઈ જાગેલા, રતિલાલ વાઘાભાઈ પરમાર, અને સંદીપ રસિકભાઈ વાઘેલાનો સમાવેશ થાય છે. જુગારના અન્ય દરોડામાં ઉપલેટા પોલીસે અહીંના મૂરખડાની ગારી બાલમુકુંદ સોસાયટી પાસે જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા જેમાં મનસુખ ભીખાભાઈ રાઠોડ, જયેશ કારાભાઈ રાવલિયા, દિવ્યેશ રમેશભાઈ ભીભા, પ્રવિણ ગોવિંદભાઈ જાદવ, હમીર ગોવાભાઇ ગોયલ, નારણ માલદેવભાઈ વામરોટીયાનો સમાવેશ થાય છે પોલીસે પટમાંથી રોકડ રૂપિયા ૧૬,૦૮૦ કબજે કર્યા હતા.
​​​​​​​
જુગારના વધુ એક દરોડામાં ભાયાવદર પોલીસ મથકના સ્ટાફને અહીંના રાજપરા ગામ પાસે ડેમ તરફ જતા રોડ પર જાહેરમાં જુગાર રમતા છ શખસોને ઝડપી લીધા હતા અને તેમની પાસેથી રોકડ રૂપિયા ૨૫,૮૬૦ કબજે કર્યા હતા જુગાર રમતા પકડાયેલા શખસોમાં રણમલ દેવાભાઈ દાસા, રામા લખમણભાઇ ઓડેદરા, ગીગા દેવાભાઈ દાસા, ગીરૂભા નાથુભા વાળા, સવાભાઈ ઝાપડા અને રાજુ કેશુભાઈ ઓડેદરાનો સમાવેશ થાય છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application