સોમવારથી શરુ થતા સંસદના ચોમાસું સત્ર માટે સજ્જ સત્તાપક્ષ અને વિપક્ષ, ૧૭ ખરડા રજુ થશે

  • July 18, 2021 09:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સોમવારથી શરુ થઇ રહેલા ચોમાસું સત્રમાં સંસદમાં મોંઘવારી, કોરોનાની બીજી લહેર અને ભારત – ચીન સીમા તણાવ જેવા મુદ્દાઓ પર સરકાર અને વિપક્ષ વચ્ચે ભારે ધમાસાણ થશે, આ સાથે જ સરકાર બીજા બીલ પણ રજૂ કરશે જેનો વિપક્ષ ઉગ્ર વિરોધ કરી શકે છે. સૂત્રો દ્વારા મળેલી માહિતી મુજબ સોમવારથી શરૂ થનારા ચોમાસુ સંસદીય સત્રમાં સરકાર 17 નવા બીલ રજુ કરશે. જેમાંથી 3 બીલ વટહુકમ દ્વારા પસાર કરવામાં આવશે. વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે તો વડાપ્રધાને મંત્રીઓને તમામ તૈયારીઓની સાથે સંસદમાં તેમની વાત રાખવાનું કહ્યું છે , વડાપ્રધાને રાજ્યકક્ષાના પ્રધાનોને તેમના કેબિનેટ કક્ષાના પ્રધાનો સાથે બેઠક કરી મંત્રાલયના કામો કરવાનો નિર્દેશ આપ્યો છે.

 

વટહુકમ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેન્કરપ્સી કોડ (સુધારા ) બીલ , ધ એસેન્શીયલ ડીફેન્સ સર્વિસ બીલ , અને કમિશન ફોર એર ક્વોલીટી મેનેજમેન્ટ ઇન દિલ્હી બીલ રજૂ કરવામાં આવશે. આ ત્રણ બીલમાંથી આવશ્યક સંરક્ષણ બીલ ઉપર ધમાલ મચવાની પૂરી શક્યતા છે. કારણકે આ બીલમાં દેશભરમાં સેના માટે હથિયાર, દારૂગોળા અને ગણવેશ બનાવવાના કારખાનામાં હડતાળને ગેરકાનૂની ગણવામાં આવશે. તેમજ હડતાળમાં સામેલ લોકોને 2 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે આવી જોગવાઈને કારણે આ બીલનો વિરોધ થઈ શકે છે. સંઘ સાથે જોડાયેલા મજૂર સંઘે પણ આ બીલનો સખત વિરોધ કર્યો છે.

 

આ ઉપરાંત દિલ્હી એનસીઆર અને આજુ બાજુના વિસ્તારોમાં પરાળી સળગાવાના કારણે જે વાયુ પ્રદૂષણ ફેલાય રહ્યું છે. તેને રોકવા માટે પણ બીલ આવી રહ્યું છે, તેના પર પણ વિપક્ષ ભારે હંગામો મચાવી શકે છે. દિલ્હી સરહદ પર વિરોધ કરી રહેલા ખેડૂતો પણ આ બીલનો વિરોધ કરી રહ્યાં છે. વીજ સુધારણા બીલ, ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બીલ, કોલસો બેરિંગ એરિયાઝ (એક્વિઝિશન) બીલ અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી જેવા કુલ મહત્વના 14 બીલ રજુ કરવામાં આવશે.

 

આ ઉપરાંત લદાખમાં કેન્દ્રીય વિશ્વ વિદ્યાલય સ્થાપવાની જોગવાઈ કરતું બીલ પણ પસાર કરવામાં આવશે. આ સાથે જ માનવ તસ્કરી, ખાસ કરીને બાળકો અને મહિલાઓની હેરાફેરી રોકવા માટે અને આ જઘન્ય કૃત્યમાં સામેલ લોકોને સખત સજા આપવાનું બીલ પણ આ જ સત્રમાં રજુ કરવામાં આવશે. જુના બીલોમાં ડીએનએ ટેકનોલોજી બીલ, ડેટા પ્રોટેક્શન બીલ અને સિનિયર સિટીઝન બીલ પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

 

બીજી તરફ સૂત્રો કહે છે કે તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી સત્રની શરૂઆતમાં મહિલા અનામત બિલ પસાર કરવાની માંગ કરશે. આ બિલ લોકસભા દ્વારા પસાર થયા પછી રાજ્યસભામાં પેન્ડિંગ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)
Covid amongst kids
  • May 10, 2021