BREAKING NEWS

રાજ્યની 17 મનપાને 19મી મે આસપાસ નવા મેયરો મળશે

  • May 13, 2026 10:47 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાત ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની બેઠકનો પહેલો તબક્કો પૂર્ણ થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ગુજરાત પ્રવાસ બાદ હવે તેનો બીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે અને તેમાં સૌરાષ્ટ્રમાં આવેલી પાલિકા-પંચાયતોના હોદ્દેદારોના નામ પર છણાવટ કરવામાં આવશે. અત્યાર સુધીમાં ઉત્તર-મધ્ય અને દક્ષિણ ગુજરાતની તમામ સંસ્થાઓમાં હોદ્દેદારોના નામોને લઇને ચર્ચા લગભગ પૂરી થઇ ગઇ છે. આગામી તારીખ 19 મી મેની આસપાસગુજરાતના શહેરોને મેયર તરીકે ઘરડાંને બદલે યુવાન ચહે૨ા મળશે. નવી પેઢીના નેતૃત્ત્વને તૈયાર કરવાના આશયથી ભાજપના હાઇકમાન્ડે પ્રદેશ નેતૃત્વને મહત્તમ યુવાન ચહેરાને મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે મુકવાની તૈયારી કરી લીધી છે.19મે ની આસપાસ મોટાભાગની સંસ્થાઓની પહેલી જનરલ બોર્ડની બેઠકો મળી શકે છે. વિશ્વાસનીય સૂત્રોના જણાવ્યા મુજબ, રાજકોટ, જામનગર, ભાવનગર સહિતના મહાનગર પાલિકા વિસ્તારોમાં મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જેવા પદો માટે સંભવિત નામો ૫૨ સહમતિ માટે સંગઠનના વરિષ્ઠ નેતાઓ વચ્ચે બેઠક યોજાશે. આ માટે મુખ્યમંત્રી નિવાસ્થાને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક નો બીજો તબક્કો આજ થી શરૂ થશે જે અંદાજે બે દિવસ ચાલે તેવી સંભાવના છે. આ બેઠકમાં સંગઠનાત્મક સંતુલન, જાતિ સમીકરણ, પ્રાદેશિક પ્રતિનિધિત્વ અને વરિષ્ઠ-નવોદિત નેતાઓ વચ્ચે સંતુલન જેવા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાશે. ખાસ કરીને મહાનગર પાલિકાઓમાં કાર્યક્ષમ અને સ્વચ્છ છબી ધરાવતા નેતાઓને તક આપવા પર ભાર મૂકવામાં આવી રહ્યો છે. સૂત્રોનું કહેવું છે કે બે દિવસ ચાલનારી આ મથામણ બાદ મોટાભાગના પદો માટે સહમતી સધાશે. ત્યારબાદ અંતિમ નામોની યાદી તૈયાર કરીને ટોચના નેતૃત્વને મોકલવામાં આવશે. ત્યારબાદ જ આખરી નિર્ણય કરવામાં આવશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application