કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર ખાતે ૧૬મી વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની બેઠક માં કેવિકેના પ્રેસિડેન્ટ ચેરમેન તરીકે ચંદ્રકાન્ત કુંભાણીના અધ્યક્ષ સ્થાને મિટિંગ યોજાઇ. જેમાં કો-ચેરમેન તરીકે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટિના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.એન.બી.જાદવ ઉપસ્થિત રહ્યા હતા. તથા જુદા- જુદા વિભાગીય અધિકારીઓ ડો.એચ.સી.છોડવડીયા, જૂ.કુ.યુ.- જૂનાગઢ, ડો.જી.એસ.વાળા, સંશોધન વૈજ્ઞાનિક, ફળ સંશોધન કેન્દ્ર - મહુવા, વાઢેર , શેરડી સશોધન કેન્દ્ર, કોડીનાર, એ એમ કરમુર, નાયબ બાગાયત નિયામક, ગીર સોમનાથ, નિલેશ ચાવડા, પ્રતિનિધિ જિલ્લ ા ખેતીવાડી અધિકારી - ગીર સોમનાથ, હરિભાઈ બારડ, પ્રતિનિધિ પ્રોજેક્ટ હેડ આત્મા, ગીરસોમનાથ, ડો. આશીષ કુમાર જા, સીઆઈએફટી-વેરાવળ, ડો.સ્વાતી, સીએમએફઆરઆઈ-વેરાવળ, મંજુલાબેન, સીએડીપી, કોડીનાર, ડો.કથીરિયા, સાબરમતી આશ્રમ ગૌ શાળા, કોડીનાર, દલસુખ વઘાસીયા, રીજીઓનલ પ્રોગ્રામ મેનેજર, એસીએફ, કિરીટ જસાણી, પ્રોજેક્ટ હેડ, એસીએફ અને જુદા જુદા વિભાગોના સભ્યોએ આ સમિતિમાં હાજરી આપી હતી. આ મીટીંગમાં કેવીકે દ્રારા ગત વર્ષે ૨૦૨૩ દરમિયાન થયેલી કામગીરીનો અહેવાલ કેવીકેના વરીષ્ઠ વૈજ્ઞાનિક અને વડા જીતેન્દ્ર સિંહ અને તમામ ટીમે રજૂ કર્યો હતો અને આગામી વર્ષે ૨૦૨૪માં થનાર કામગીરીનો અહેવાલ જે તે વિષય નિષ્ણાતોએ રજુ કર્યો હતો તથા કેવીકે દ્રારા ખેડૂતલક્ષી હિત કઈ રીતે થઈ શકે તે અંગે ઉપસ્થિત સમિતીના સભ્યો પાસેથી માર્ગદર્શન અને સૂચનો મેળવ્યા હતા. ઉપરાંત ઉપસ્થિત આ સમિતિના પ્રગતિશીલ ખેડૂત ભાઈઓ અને બહેનોએ પોતાના સોનેરી સૂચનો આપ્યા હતા અને કેવીકે ટીમ દ્રારા થતી કામગીરીને સૌએ બીરદાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech