હોળી– ધુળેટી પર્વ અને રમઝાન માસના જુમ્માને લઇ રાયભરની પોલીસ એલર્ટ છે. તહેવારોની શાંતિપૂર્ણ ઉજવણી થાય તે માટે રાજકોટ પોલીસ દ્રારા પણ ખાસ એકશન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે. હોળી–ધુળેટી પર્વ અને રમઝાન માસના જુમ્મા દરમિયાન કોઈ અનઇચ્છનીય ન બને તે માટે પોલીસ દ્રારા સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં ૧૬૮૦ પોલીસ જવાનો આવતીકાલે બંદોબસ્તમાં તૈનાત રહેશે. આ ઉપરાંત વ્રજ–વણ અને કયુઆરટી સેલ દ્રારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન અને ધાબા પોઇન્ટ પરથી ખાસ નજર રાખવામાં આવશે.
હોળી ધુળેટી પર્વના પોલીસ બંદોબસ્ત અંગે માહિતી આપવા માટે યોજાયેલી પત્રકાર પરિષદમાં વિગતો આપતા ડીસીપી ક્રાઈમ ડો. પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજે રાત્રે હોળી અને આવતીકાલે રંગોના પર્વ ધુળેટીની ઉજવણી થનાર હોય સાથે સાથે આવતીકાલે રમઝાન માસ ચાલતો હોય અને તેમાં ગઈકાલે જુમ્મો હોય જેની નમાઝનું વિશેષ મહત્વ હોય જેથી બંને સમાજના લોકો શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી કરી શકે અને કોઈ ઘટના ન બને તે માટે શેર પોલીસ દ્રારા ખાસ એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓના સુપરવિઝન હેઠળ સ્થાનિક પોલીસ, ડીસીબી, એસઓજી, પેરોલ ફર્લેા સ્કોવડ સહિતનો સ્ટાફ આવતીકાલે સતત પેટ્રોલિંગમાં રહેશે. આ ઉપરાંત વ્રજ–વણ, કયુઆરટી સેલની ટીમ દ્રારા પણ સતત દરેક હિલચાલ પર નજર રાખવામાં આવશે. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી બાજ નજર રાખવામાં આવશે તો ચોક્કસ ધાબા પોઇન્ટ પણ નક્કી કરવામાં આવ્યા છે.
ધુળેટી પર્વમાં જાહેરમાં કલર ઉડાડનાર કે યુવતીઓની છેડતી કરનાર સામે પણ પોલીસ કડકમાં કડક કાર્યવાહી કરશે. ધુળેટી પર્વ દરમિયાન યુવતીઓની છેડતીના બનાવોને અટકાવવા માટે દુર્ગા શકિત અને શી ટીમ સતત પેટ્રોલિંગમાં રહેશે.
તહેવાર દરમિયાન સોશિયલ મીડિયામાં કોમી વૈમનસ્ય ફેલાવતા મેસેજ કરનાર પર નજર રાખવા માટે સાઇબર સેલની ટીમ સોશિયલ મીડિયા એકિટવિટી પર સતત નજર રાખશે તેવું ડીસીપીએ જણાવ્યું હતું. પોલીસે સાથોસાથ સ્પષ્ટ્ર પણે એવી તાકિદ કરી છે કે, ધૂળેટી પર્વ દરમિયાન જાહેરમાં કલર ઉડાવનારને પોલીસ સ્થાળ પર જ કાયદાનો પાઠ ભણાવશે અને આ વખત પોલીસ કમિશનરના જાહેરનામામાં ધૂળેટી પર્વ દરમિયાન પૈસા ઉઘરાવનાર વિરુધ્ધ પણ ગુનો નોંધવા સહિતની કાર્યવાહી કરવામાં આવશે જેનો પણ અમલ કરાશે
૩૨ સંવેદનશીલ પોઇન્ટ પર ખાસ નજર રહેશે
હોળી–ધુળેટી પર્વને લઈ પોલીસ એલર્ટ બની છે અને શાંતિપૂર્ણ રીતે તહેવારની ઉજવણી થઈ શકે તે માટે પોલીસે ખાસ એકશન પ્લાન પણ તૈયાર કરી લીધો છે. રાજકોટમાં પોલીસે ૩૨ સંવેદનશીલ પોઇન્ટ આઈડેન્ટીફાય કર્યા છે. આ સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન અને ધાબા પોઇન્ટની મદદથી ખાસ નજર રાખવામાં આવશે. સંવેદનશીલ પોઇન્ટ સૌથી વધુ ભકિતનગર પોલીસ સ્ટેશન અને થોરાળા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારના છે. આ તમામ વિસ્તારો પર પોલીસની ચાંપતી નજર રહેશે. ધૂળેટી પર્વ દરમિયાન અહીં કોઈ કાંકરીચાળો ન થાય કે અઘટિત ઘટના ન બને તે માટે દરેક હિલચાલ પર પોલીસની ચાંપતી નજર રહેશે
આજે રાત્રે ૧૧:૩૦ સુધી ભદ્રા યોગ
સામાન્ય રીતે હત્પતાસણીના દિવસે દિવસ આથમ્યા બાદ હોળી પ્રાગટની પરંપરા છે, તેમાં આજે સવારથી ફાગણ માસની પૂનમ શ થાય છે, આજે સવારે ૧૦:૩૫ થી રાત્રિના ૧૧:૨૬ સુધી ભદ્રા યોગ પણ હોવાથી શાક્રીઓ આ દરમિયાન હોલિકા દહનનું મોત નહીં આપતા હોવાને કારણે અનેક સ્થળે બોડી રાત્રિના હોળી પ્રગટાવાશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હાફિઝ સઈદના નજીકનો સાથી અબ્દુલ રહેમાનની ઈદના દિવસે જ હત્યા
March 31, 2025 03:51 PMસારવાર માટે મળેલા વળતરમાંથી મેડિકલેમ કાપી શકાય નહિ: હાઈકોર્ટ
March 31, 2025 03:27 PMહસ્તગીરી ડુંગર પર લાગેલી ભીષણ આગ બે કાબુ
March 31, 2025 03:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech