તનાવમાં વધારો કરતાં પાંચ ખાદ્ય પદાર્થને જાણો

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

 

કોઈપણ વ્યક્તિના જીવનમાં તનાવ ની પરિસ્થિતિ ગમે તેના માટે ઘણા બધા કારણો જવાબદાર હોય છે. ઘણી વખત આપણા જીવનમાં રહેલી કેટલીક એવી આદતો કે જે આપણને તનાવ સુધી દોરી જતી હોય છે. ડિપ્રેશન વધારવા માટે આપણો ખોરાક પણ મહત્વની ભૂમિકા નિભાવે છે, એક સંશોધનમાં એ બાબત સામે આવી છે કે આહાર અને પોષણ આપણા માનસિક સ્વાસ્થ્ય પર પણ અસર પાડે છે. એવામાં એવા ખોરાક પણ હોય છે કે જેના કારણે આપણો તનાવ વધી જતો હોય છે. કેટલાક એવા ખોરાક વિશે જાણીએ કે જેન જેના કારણે આરોગ્યને નુકસાન થતું હોય છે,  ડિપ્રેશનના દર્દીએ ભૂલેચૂકે પણ તેનું સેવન કરવું જોઇએ નહીં.


પેકડ જ્યુસ

 

ફળની અંદર ફાઇબર વધારે માત્રામાં રહેલા હોય છે તેની સાથે ઊર્જા વધે છે તે તમારા સ્વાસ્થ્યને જાળવી રાખે છે, પરંતુ પેક કરેલા જ્યુસ કે જેમાં કેમિકલ યુક્ત પદાર્થો હોય છે અને અન્ય ચીજવસ્તુઓની ભેળસેળ હોવાની આશંકા રહેલી હોય છે. આવા બનાવટી જ્યૂસનું સેવન કરવાથી એન્કઝાઇટી અને ડિપ્રેશનની સમસ્યા આવે છે, એવામા આવા પેક કરેલા ફ્રુટ જ્યુસની જગ્યાએ તાજાં ફળોના રસનું સેવન કરવું જોઈએ.

 

ડાયેટ સોડા

 

ઘણા લોકોનું એવું માનવું હોય છે કે ડાયટ સોડામાં ખાંડ નહીં હોવાના કારણે તે નુકસાન કરતી નથી. ભલે તેમાં મીઠાશ ન હોય પરંતુ વધારે ડાયેટ સોડાનો સેવન કરવાથી ડિપ્રેશનનો ખતરો વધે છે. કેફીનની વધારે માત્રામાં હોવાના કારણે એન્કઝાઇટી સાથે થાક પણ વધારે લાગે છે.

 

વ્હાઈટ ટોસ્ટ

 

નાસ્તામાં ઘણા લોકો વ્હાઈટ ટોસ્ટ લેવાનું પસંદ કરે છે, પરંતુ તેનું સેવન કરવાથી શરીરમાં બ્લડ-શુગર લેવલ વધી જાય છે. જે આગળ જતાં એક એન્કઝાઈટીનું કારણ બને છે.

 

કેચઅપ 

 

કેચઅપને તૈયાર કરવા માટે ટામેટાં સિવાય ઘણા પ્રકારના રસાયણો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. એક ચમચી કેચઅપ ચશ્મા 4 ગ્રામ ખાંડ હોય છે. વધારે પડતું ગળ્યું તો સ્વાસ્થ્ય ખરાબ કરે છે સાથોસાથ ઍન્ગ્ઝાયટી અને ડિપ્રેશનનું કારણ બને છે. માટે શક્ય હોયતો બહારના કેચઅપનો ઉપયોગ કરવો જોઈએ નહીં કેચઅપ ખાવાની ઈચ્છા થાય તો ઘરે જ બનાવી અને તીખા સાથે ઉપયોગ કરવો જોઈએ.

 

આલ્કોહોલ

 

ઘણા લોકો તનાવમાં આવ્યા બાદ વિચારે છે કે આલ્કોહોલ કે લેવાથી બધું સરખું થઈ જશે પરંતું આ વિચારધારા ખૂબ જ ખોટી છે દારૂના સેવનથી શરીરના મહત્વપૂર્ણ અંગોને નુકસાન પહોંચે છે અને ડિપ્રેશન પણ વધી જાય છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS