સિતારોં સે આગે જહાં ઔર ભી હૈ, જાણો ડિપ્રેશનની જંગમાં કોણ જીત્યું અને કોણ હાર્યું

  • October 28, 2020 02:04 AM 

 

સફળ કારકિર્દી અને નામના પ્રાપ્ત કર્યા બાદ પણ સુશાંત સિંહ રાજપૂતને જીવનમાં કશુક હટકે રહ્યું હતું જેના કારણે તેમણે 34  વર્ષની ઉંમરમાં આત્મહત્યાનું પગલું ભર્યું હતું. સુશાંત છેલ્લા છ મહિનાથી ડિપ્રેશનની સારવાર લઇ રહ્યા હતા પરંતુ અંતે તેમણે 14 જૂને જીવન પાસે હાર માની લીધી.સુશાંતની પહેલા પણ ફિલ્મ અને ટીવી ઈન્ડસ્ટ્રીમાં એવા સિતારાઓ આવ્યા છે કે જેવો ડિપ્રેશનનો શિકાર બન્યા હતા. કેટલાક સેલિબ્રિટીએ સુશાંત ની જેમ જીવન ટૂંકાવ્યુ, તો કેટલાકે ડિપ્રેશનનો પડકાર આપી અને જીવનને પસંદ કર્યું છે.

 

દીપિકા પાદુકોણ

 

પોતાની કારકિર્દીની ટોચ પર રહેલી દીપિકા ડિપ્રેશનમાંથી પસાર થઇ રહી હતી રણવીર કપૂર સાથે બ્રેકઅપ થયા બાદ તે ડિપ્રેસ થઈ ગઈ હતી. આ માનસિક બિમારીના કારણે દીપિકાની જે લડાઈ હતી તે દુનિયા માટે એક મિશાલ સમાન છે. ઘણી વખત દીપિકા પોતાની આ સમસ્યા અંગે વાત કરી ચૂકી છે અને તનાવમાંથી બહાર નીકળવામાં તેના પરિવારનું મોટું યોગદાન રહ્યું છે.

 

ઇલિયાના ડિક્રુઝ

 

ઇલિયાના ડિક્રુઝ પણ પોતાના ડિપ્રેશનને લઈને ખુલીને વાત કરી ચૂકી છે. તેણે જણાવ્યું હતું કે તેની જિંદગીમાં પણ એવો સમય આવ્યો હતો જ્યારે તે રોજ આત્મહત્યા કરવા માટે વિચારતી હતી. ઇલિયાના પોતાની પરિસ્થિતિને લઈ અને ખૂબ જ દુઃખી હતી. તેને રીજેક્શનનો ડર સતાવતો હતો. પાછળથી ઇન્ડિયાનાને એ જાણ થઈ હતી કે તે ડિપ્રેશન અને બોડી ડિસમોરફીક ડિસોર્ડરથી પીડિત હતી.

 

કુશલ પંજાબી

 

ટીવી એક્ટર કુશલ પંજાબી એ 42 વર્ષની ઉંમરમાં આત્મહત્યા કરી હતી. તેઓ ડિપ્રેશનમાંથી પસાર થઇ રહ્યા હતા,  રિપોર્ટમાં તેમની આત્મહત્યાનું કારણ આર્થિક તંગી, પર્સનલ અને પ્રોફેશનલ લાઈફમાં તનાવને જણાવવામાં આવ્યું હતું. કુશલે પોતાની સુસાઇડ નોટમાં કોઈને પોતાની મોત માટે જવાબદાર ઠેરવ્યા ન હતા.

 

પ્રેક્ષા મહેતા

લોકડાઉન દરમિયાન ટીવી એક્ટ્રેસ પ્રેક્ષા મહેતાએ પોતાના ઘરમાં આત્મહત્યા કરી હતી. એક્ટ્રેસના પિતાના જણાવ્યા પ્રમાણે  તેને કામ ન મળવાને લઈને તે ખૂબ જ ચિંતિત હતી. જેના કારણે તે ડિપ્રેશનમાં આવી ગઈ હતી અને પ્રેક્ષા એ પોતાનો જીવ ટૂંકાવ્યો હતો. મુંબઈમાં પોતાના સપનાને પૂર્ણ કરવા આવેલી પ્રેક્ષાની સફળ કારકિર્દી તેને તૂટતી નજરે પડી હતી.

 

મનમીત ગ્રેવાલ

 

લોકડાઉન દરમિયાન એક્ટર મનમીત ગ્રેવાલે પણ ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરી હતી, સબ ચેનલ પરના ટીવી શો આદતથી મજબુરમાં કામ કરનાર મનમીતે પણ ડિપ્રેશન અને આર્થિક તંગીના કારણે પોતાનો જીવ ટુકાવયો હતો. શૂટિંગ બંધ  થઇ જવાના કારણે મનમીત ડિપ્રેશનમાં હતા તેમને લોન ચૂકવી ન શકવાની પણ ચિંતા સતાવી રહી હતી.

 

જિયા ખાન

 

એક્ટ્રેસ જિયા ખાને પર્સનલ લાઈફની સમસ્યાઓથી તંગ આવી અને આત્મહત્યા કરી લીધી હતી. તેનું મોત અંગે હજી સુધી રહસ્ય બનેલું છે. જણાવવામાં આવ્યું છે કે જીયા વ્યક્તિગત જીવનને લઈને તનાવમાં હતી આખરે તેમણે પોતાનો જીવ આપવો જ યોગ્ય માન્યું.

 

મનીષા કોઈરાલા

 

પોતાની અસફળતાને લઈને મનીષા ડિપ્રેશનમાં જતી રહી હતી, પરંતુ તેણે ન  માત્ર ડિપ્રેશનને માત આપી પરંતુ કેન્સર જેવી મોટી બીમારી સામે પણ જંગ લડીને જિંદગીને નવો મોકો આપી અને દુનિયા સમક્ષ શ્રેષ્ઠ ઉદાહરણ રજૂ કર્યું છે.

 

ટાઇગર શ્રોફ

 

ટાઇગર શ્રોફ ડિપ્રેશનનો શિકાર બન્યા હતા ટાઈગરે જણાવ્યું હતું કે તેઓની  ફિલ્મ ફ્લાઇંગ જટ ફિલ્મ ફ્લોપ થયા બાદ ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. જોકે તેઓ તુરંત જ તેમની બીમારીમાંથી બહાર આવી ગયા હતા.


શાહરુખ ખાન

 

શાહરુખ ખાન પણ તના વમાંથી પસાર થઈ ચુક્યા છે. સૌથી પહેલા પોતાના ખભાની ઇજાનાં કારણે ડિપ્રેસ થઈ ગયા હતા. તેનો ખુલાસો શાહરૂખે પોતે કર્યો હતો. તેના જણાવ્યા પ્રમાણે તે પોતાને ખૂબ જ નબળા અને ના લાચાર સમજવા  લાગ્યા હતા પરંતુ ટૂંકાગાળામાં જ તેઓ આ બીમારીમાંથી બહાર આવી ગયા હતા.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS