16 વર્ષની મીરા ભગતે ખરા અર્થમાં કરી યોગ દિવસની ઉજવણી : સ્પોર્ટ્સમેન સ્પીરિટ સાથે ઈજાગ્રસ્ત હોવા છતાં બેસીને યોગ કર્યા

  • June 21, 2023 10:26 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

16 વર્ષની મીરા ભગતે ખરા અર્થમાં કરી યોગ દિવસની ઉજવણી : સ્પોર્ટ્સમેન સ્પીરિટ સાથે ઈજાગ્રસ્ત હોવા છતાં બેસીને યોગ કર્યા



રાજકોટમાં નવમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ગોંડલનાં પ્રજાવત્સલ રાજવી સર ભગવતસિંહજી દ્વારા નિર્મિત ઐતિહાસિક એવી ગોંડલની સંગ્રામસિંહજી હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાની ઉજવણી કરવામાં આવી હતી. હાઈસ્કુલના ગ્રાઉન્ડમાં વિશાળ જનમેદની એકઠી થયેલી હોવા છતાં ટેક વેન્ડોની રમત રમતી વેળાએ ઈજાગ્રસ્ત થયેલ ૧૬ વર્ષીય મીરા ભગતનો યોગ પ્રત્યેનો જુસ્સો અન્ય લોકોને પ્રેરિત કરી ધ્યાનકેન્દ્રિત કરતો હતો.



આ તકે મીરાએ જણાવ્યું હતું કે,  રમત રમતી વખતે મને ઈજા થઈ અને પ્લાસ્ટર આવ્યું. આજ મારી શાળાના દરેક વિદ્યાર્થી યોગ દિવસ નિમિત્તે અહી ઉપસ્થિત રહેવાના હતા ત્યારે એક ફેક્ચર મને કંઈ રીતે યોગા કરતા અટકાવી શકે? ખેલાડી તરીકે મારી અંદર રહેલા સ્પોર્ટ્સમેન સ્પીરિટના ગુણે મને હિંમત આપી અને નક્કી કર્યું કે, મારાથી બેઠા બેઠા શકય હોય એટલા યોગ આસનો અને પ્રાણાયામ કરીને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરીશ.



ઉલ્લેખનીય છે કે, રાજકોટની જય ઇન્ટરનેશનલ શાળામાં ડીસ્ટ્રિકટ લેવલ સ્પોર્ટ્સ સંકુલ સ્કીમ અંતર્ગત અભ્યાસ કરતી અને ટેક વેન્ડો રમત રમતી મીરા ભગત મૂળ બરોડાની વતની છે. મીરાંએ નાની વયે નેશનલ સ્પર્ધામાં ભાગ લઈને સિલ્વર મેડલ પણ જીત્યો છે. અને આગળ દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા માટે પણ પ્રતિબદ્ધતા સાથે તૈયારી કરી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application