રાજકોટમાં કોલ્ડ વેવ બાદ તાવ, શરદી, ઉધરસના કેસ સતત વધી રહ્યા છે, હાલ શહેરમાં ખરેખર હજારો કેસ છે પરંતુ મહાપાલિકાની આરોગ્ય શાખાએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં વિવિધ રોગચાળાના ફકત ૧૫૬૭ કેસ નોંધાયા હોવાનું આરોગ્ય અધિકારીએ જાહેર કયુ છે.
મ્યુનિ.આરોગ્ય અધિકારીએ જાહેર કરેલા વિકલી એપેડમિક રિપોર્ટમાં જણાવ્યા મુજબ ગત સોમવારથી આજે સોમવાર સુધીના એક સપ્તાહમાં ચિકનગુનિયાનો એક કેસ, શરદી ઉધરસના ૭૯૧ કેસ, સામાન્ય તાવના ૬૫૭ કેસ, ઝાડા ઉલ્ટીના ૧૧૭ કેસ તેમજ ટાઈફોઇડનો એક કેસ નોંધાયો છે.
તેમણે ઉમેયુ હતું કે, રોગચાળો નાથવા માટે પોરાનાશક કામગીરી હેઠળ ૨૯,૨૯૬ ઘરમાં પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી તથા ફિલ્ડવર્કરો દ્રારા ૭૨૨ ઘરોમાં ફોગીંગ કરાયું હતું, મચ્છર ઉત્પતિ સબબ નોટીસ તથા વહિવટી ચાર્જ વસુલાતની કામગીરીમાં ૬૬૯ પ્રીમાઇસિસ જેમાં બાંઘકામ સાઇટ, સ્કૂલ, હોસ્પિટલ, હોટેલ, ઇન્ડસ્ટ્રીઝ, હોસ્ટેલ, કોમ્પ્લેક્ષ, ભંગારના ડેલા, સેલર, હોલ, વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળ, પેટ્રોલ પં૫, સરકારી કચેરી વગેરેમાં તપાસ કરવામાં આવેલ છે. જેમાં મચ્છર ઉત્પતિ જોવા મળતા રહેણાંકમાં ૨૭૩ અને કોર્મશીયલ ૧૩૪ને નોટીસ ફટકારી હતી.
ખાનગી તબીબોના મતે મહાપાલિકાએ જાહેર કર્યા તેટલા કેસ તો શહેરની કોઈ પણ એક હોસ્પિટલમાં મળી જાય ! કોલ્ડ વેવ બાદ સમગ્ર શહેરમાં હાલ વાયરલ ઇન્ફેકશનના અસંખ્ય કેસ નોંધાઇ રહ્યા છે.
ડેંગ્યુ, મેલેરિયા ગાયબ, ચિકનગુનિયા–ટાઇફોઇડ બારમાસી
સામાન્ય રીતે ચોમાસામાં જ મચ્છરજન્ય રોગોનો ઉપદ્રવ વધતો હોય છે અને શિયાળાના પ્રારંભે તેના કેસ ઘટતા જાય છે. દરમિયાન હાલ બે સાહથી ડેંગ્યુ અને મેલેરિયાના કેસ શૂન્ય થયા છે પરંતુ સાંધા પકડતો ચિકન ગુનિયા હવે બારમાસી બન્યો છે, ગત સપ્તાહે મચ્છર જન્ય રોગ ચિકન ગુનિયા તેમજ પાણીજન્ય રોગ ટાઇફોઇડનો એક કેસ નોંધાયો છે
રોગચાળો ઋતુજન્ય, માર્ગદર્શિકા મચ્છરજન્યની
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખાએ વિકલી એપેડમિક રિપોર્ટની સાથે રોગચાળાથી બચવા શું કરવું જોઇએ તેની માર્ગદર્શિકા જાહેર કરી છે જેમાં ભાંગરો વાટયો છે, હાલ કોલ્ડ વેવની અસરથી શહેરમાં તાવ, શરદી, ઉધરસનો ઋતુજન્ય રોગચાળો વકર્યેા છે ત્યારે મચ્છરજન્ય રોગચાળાથી બચવા શું કરવું તેની માર્ગદર્શિકા જાહેર કરી છે.
શહેરમાં ૩૦૦૦ તબીબો, કેસની વિગત ૫૧ની જ
રાજકોટ મહાપાલિકાની આરોગ્ય શાખા દર સાહે સોમવારે વિકલી એપેડમિક રિપોર્ટ જાહેર કરે છે તેમાં જાહેર કરાતી રોગચાળાના કેસની વિગતો શહેરની મોટી ૩૦ હોસ્પિટલ અને ૨૧ મ્યુનિસિપલ આરોગ્ય કેન્દ્રોમાંથી જ મેળવેલી હોય છે. રાજકોટ શહેરની અંદાજે ૨૫ લાખની વસ્તીમાં ૩૦૦૦ તબીબો કાર્યરત છે, જો તમામને ત્યાંથી રોગચાળાના કેસની વિગતો મેળવાય તો જ સાચો આકં સામે આવી શકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડીસામાં ગેરકાયદે ફટાકડા ફેક્ટરી બ્લાસ્ટ કેસ, ફેક્ટરી માલિક દિપકની ઈડરથી ધરપકડ
April 01, 2025 10:03 PMભારતે કાઢી ડ્રેગનની હેકડી, શા માટે પરેશાન થઈ રહ્યું છે ચીન? હવે લંબાવે છે દોસ્તીનો હાથ
April 01, 2025 09:48 PMGUJCET 2025: પ્રોવિઝનલ આન્સર કી જાહેર, 5 એપ્રિલ સુધીમાં વાંધા રજૂ કરી શકાશે
April 01, 2025 08:38 PMગાંધીજીના પ્રપૌત્રી નીલમબેનનું 93 વર્ષની વયે નિધન, નવસારીમાં અંતિમ શ્વાસ લીધા
April 01, 2025 08:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech