સાત દિવસમાં 1200 કિમી સાયકલ ચલાવી  આ દીકરી પહોંચી ગામ, અને મળી ઓફર

  • May 22, 2020 11:06 AM 576 views

 

લોકડાઉનનો સમય એ સમય રહ્યો છે કે જ્યારે મહદઅંશે લોકો પોતાની આંતરિક પ્રતિભા ને ઓળખવામાં સક્ષમ રહ્યા છે. આજ રીતે ૧૫ વર્ષની જ્યોતિ લોકડાઉનમાં પિતા મોહનને સાઈકલ પર બેસાડીને ગુરુગ્રામ થી બિહારના દરભંગા 1200 કિલોમીટરનું અંતર કાપી અને સાત દિવસમાં પહોંચી હતી. 


જ્યોતિને આંતર કાપવા માટે રોજના 100થી 150 કિમી સાયકલ ચલાવવી પડી હતી. મહાસંઘ હંમેશા પ્રતિભાવાન ખેલાડીઓની શોધ કરતો રહે છે ત્યારે વીએન સિંહે જણાવ્યું છે કે જ્યોતિમાં એક ખેલાડી તરીકેની ક્ષમતા છે તો તેને પૂરતી મદદ કરવામાં આવશે.


જો જ્યોતિ અમારા માપદંડ પર ખરી ઉતરશે તો તેને ચોક્કસ તક આપવામાં આવશે. આ માટે વિદેશથી આયાત કરાયેલી સાયકલ ટ્રેનિંગ માટે તેને ઉપલબ્ધ કરાવવામાં આવશે.


આ માટે દિલ્લીના ઇન્દિરા ગાંધી સ્ટેડિયમમાં તેનો નાનકડો ટેસ્ટ લેવામાં આવશે. વીએન સિંહે એ બાબત સ્વીકારી છે કે 14-15વર્ષની બાળકી માટે રોજના આટલા બધા કિલોમીટર નું સાયકલ ચલાવવું એ અસાધારણ જ કહી શકાય.


ગુરુગ્રામના રિક્ષાચાલક પિતાની દીકરી ત્રણ બહેન અને બે ભાઈઓ વચ્ચે બીજા નંબરનું સંતાન જ્યોતિ પિતાના અકસ્માત બાદ તેના બનેવી સાથે લોકડાઉન પહેલા જ પિતાની સેવા કરવા શું ગુરુગ્રામ પહોંચી હતી.


પરિસ્થિતિને વશ થઇ અને અભ્યાસ છોડી ચૂકેલી જ્યોતિ જો તક મળે તો આગળ અભ્યાસ કરવાની પણ ઇચ્છા ધરાવે છે.


લોકડાઉનની જાહેરાત બાદ પિતાનું કામ ઠપ્પ થઈ ગયું હતું. એવામાં જ્યોતિએ પિતા સાથે સાયકલ પર પોતાના ગામ પહોંચવાનો નિર્ણય કર્યો હતો, અને સફળતા મળી છે.


સાયકલિંગ મહાસંઘે તેને ફોન કરીને ટ્રાયલ  માટે વાત કરી ત્યારે જ્યોતિએ તેમને હા પાડી પરંતુ હાલ તે થાકી ગઈ છે. માટે લોકડાઉન બાદ ચોક્કસ ભાગ લેશે તેમ જવાબ પાઠવ્યો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  9978984740  

View News On Application