ટીવી સિરિયલ અને ફિલ્મોના ગ્લેમરથી અંજાઇ અભિનેત્રી બનવા રાજકોટની સગીરાએ ઘર છોડી દીધું અને પછી...

  • August 12, 2021 09:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ટીવી સિરિયલ અને ફિલ્મો જોઈ બોલિવૂડના ગ્લેમરથી અંજાઇ રાજકોટમાં રહેતી સગીરા ઘરે છોડી મુંબઇ અભિનેત્રી બનવા માટે નીકળી ગઈ હતી. જે વાતની જાણ થતાં તેના પરિવારે તાકીદે પોલીસને જાણ કરી હતી પોલીસે તુરંત તપાસ ચલાવી સગીરા ટ્રેનમાં હોવાનું માલુમ પડતાં વિરમગામ પાસેથી સ્થાનિક પોલીસનો સંપર્ક કરી તેને સમજાવી પરત લાવ્યા હતા.

 

જાણવા મળતી વિગત મુજબ માલવિયાનગર પોલીસ સ્ટેશન ખાતે એક અરજદાર આવ્યા હતા અને તેણે કહ્યું હતું કે, પોતાની સગીર વયની દીકરીઓ ઘરેથી કોઈને કહ્યા વગર પોતાને અભિનેત્રી બનવાનો શોખ હોય તે સપનું પૂરું કરવા માટે ત્રણ પેઈજની ચિઠ્ઠી લખી ઘર છોડી ચાલી ગઈ છે. બનાવની ગંભીરતા જાણી માલવીયાનગર પોલીસ મથકના પી.આઈ કે.એન.ભુકણ તથા તેની રાહબરીમાં ટીમે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. ખાનગી ટ્રાવેલ્સની ઓફિસ પૂછપરછ પણ કરી હતી દરમિયાન પીએસઆઇ વી.કે. ઝાલા તથા તેમની ટીમને એવું જાણવા મળ્યું હતું કે આ સગીરા સૌરાષ્ટ્ર મેલમાં ગઈ હતી.

 

જેથી પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી સગીરાના ફોટો વોટ્સએપ ગ્રૂપમાં મોકલી વિરમગામ પોલીસનો સંપર્ક કરી ત્યાંથી આ સગીરાને સમજાવી ટ્રેનમાંથી ઉતારી બાદમાં પરત રાજકોટ લાવવામાં આવી હતી. ત્યારબાદ તેના પરિવારજનોને જાણ કરી તેઓને સોંપવામાં આવી હતી.

 

સગીરાએ કહ્યું હતું કે,તેણી ટીવી સિરિયલ અને ફિલ્મો જોતી હોય અને તેની અસરના લીધે તે બોલિવૂડના ગ્લેમરથી અંજાઇ ગઇ હતી અને પોતાને પણ અભિનેત્રી બનવું હોય જેથી તે કોઈને કહ્યા વગર ઘર છોડી ચાલી ગઇ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS