જૂનાગઢ જિલ્લામાં ૧૫ જળાશયો ઓવરફલો

  • July 21, 2023 02:02 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જૂનાગઢ જિલ્લામાં સતત વરસાદને પગલે જિલ્લાના ૧૫ જળાશયો ઓવર ફ્લો થયા છે જેથી નીચાણવાળા વિસ્તારોને એલર્ટ આપવામાં આવ્યું છે. જુનાગઢમાં દામોદર કુંડ તથા વિલીગડન ડેમ આસપાસ તંત્રએ પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો જુનાગઢ જિલ્લાના મધુવંતી, અંબાજળ, ઝાંઝેશ્રી, ઉબેણ, ધ્રાફડ, ઓજત શાપુર, ઓજત બે, ઓજત વંથલી, મોટા ગુજરીયા, સાબલી, વ્રજમી, બાટવા ખારો, ઓજત આણંદપુર, ઉબેને કેરેલા જુનાગઢ ને પીવાનું પાણી પૂરું પાડતાં વિલીગડન ડેમ, હસનાપુર અને આણંદપુર ડેમ  સતત ઓવરફલો થઈ રહ્યા છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોના ગામોને એલર્ટ આપવામાં આવ્યા છે.જુનાગઢમાં દામોદર કુંડ તથા વિલીગડન ડેમ માં સતત પાણીના વધારાથી  તંત્રએ પોલીસ બંદોબસ્ત ગોઠવી લોકોને જવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application