રૂ અઢી લાખની રોકડ સાથે ૧૫ જુગારી ઝડપાયા, એક નાસી છૂટ્યો

  • March 25, 2025 02:58 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે શહેરના ચમારવાસ વિસ્તારમાં લાઈટના અંજવાળે બાજી માંડી બેઠેલા ૧૫ શખ્સોને રોકડ રૂ.૨,૫૩,૬૫૦ના  મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા જ્યારે રેઇડ દરમ્યાન એક શખ્સ નાસી છૂટતા તેને ઝડપી લેવા   કાર્યવાહી હાથ ધરી હતી.
ભાવનગર એલ.સી.બી. પોલીસ સ્ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં રાત્રી  પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બાતમી મળેલ કે, શહેરના  રોહીદાસ ચોક, ચમારવાસ, શંકર ભગવાનના મંદિર પાસે જાહેરમાં  લાઈટના અંજવાળે કેટલાક શખ્સો   કુંડાળુ વળી ગંજીપતાનાં પાનાં વડે હાથકાંપનો જુગાર રમે છે. જે બાતમી અંગે રેઇડ કરી ઇશ્વર ભોથાભાઇ વેગડ (ઉ.વ.૨૪, રહે. બી વીંગ-૨૦૬, મુખ્યમંત્રી આવાસ યોજના, બાલા હનુમાન સામે, એરપોર્ટ રોડ,ભાવનગર), જેરામ લાલજીભાઇ મકવાણા (ઉ.વ.૪૯, રહે.ચમારવાસ, સંત રોહીદાસ ચોક, આનંદનગર, ભાવનગર),  શિવમ નરેશભાઇ ચાવડા (ઉ.વ.૨૪, રહે. ધારશીવાળો ખાંચો, મામા કોઠા રોડ, ક.પરા., ભાવનગર),   હર્ષદ રમેશભાઇ ચૌહાણ (ઉ.વ.૩૧,રહે.ચમારવાસ, વિમાના દવાખાના પાસે,આનંદનગર, ભાવનગર), ગૌતમ ખીમજીભાઇ ચૌહાણ (ઉ.વ.૩૬, રહે.ચમારવાસ, વિમાના દવાખાના પાસે,આનંદનગર, ભાવનગર,  આકાશ ભરતભાઇ વાઘેલા (ઉ.વ.૨૫, રહે. ડાયાભાઇની પાનમાવાની દુકાન સામે, સુર્યાવાળો ચોક, વિમાના દવાખાના પાસે, ખેડુતવાસ, આનંદનગર, ભાવનગર),   વિશાલ મનસુખભાઇ ચૌહાણ (ઉ.વ.૨૭ રહે.ચમારવાસ, વિમાના દવાખાના પાસે, આનંદનગર, ભાવનગર),  ધર્મેશ નવનીતભાઇ વાજા (ઉ.વ.૨૮, રહે.પ્લોટ નં.૧૬૬/એચ, ગોવિંદભાઇની દુકાન પાસે, ૫૦ વારીયા, ખેડુતવાસ, આનંદનગર, ભાવનગર),   સાગર ધીરૂભાઇ જાદવ (ઉ.વ.૩૪, રહે.પ્લોટ 
નં.૧૭૪, ૫૦ વારીયા,હર્ષ મેડીકલ પાસે, ખેડુતવાસ આનંદનગર, ભાવનગર),   મનિષ ઉર્ફે છોટુ ચંદુભાઇ બારૈયા (ઉ.વ.૨૭, રહે.સાંઇઠ ફળી, મેંદાની દુકાન પાસે, મામા કોઠા રોડ, ભાવનગર),  નિલેશ સુરેશાભાઇ ગોહેલ (ઉ.વ.૨૮ રહે.ત્રિમુખી હનુમાન સામે, બોરડી ગેઇટ, ભાવનગર હાલ- પ્લોટ નં.૪૯, મનસુખભાઇ વેલજીભાઇ વાજાના મકાનમાં, સવાભાઇનો ચોક, રૂવાપરી રોડ, ખેડુતવાસ, ભાવનગર),   રજની રવજીભાઇ ચૌહાણ (ઉ.વ.૩૧ રહે. ઘાણીવાળો ડેલો, મામા કોઠા રોડ, ક.પરા, ભાવનગર),  સુરેશ અરજણભાઇ મકવાણા (ઉ.વ.૩૮, રહે. વણકરવાસ, ઇન્દીરાનગર, માર્કેટીંગ યાર્ડની પાછળ, ચિત્રા, ભાવનગર)  કાવા માલાભાઇ રાઠોડ ઉ.વ.૩૭, રહે. પ્લોટ નં.૫૦, શકિતનગર સોસાયટી, ટોપ થ્રી સીનેમા સામે, ભાવનગર) અને   રોહીત રાજુભાઇ બારૈયા (ઉ.વ.૨૪ રહે.લુહારવાડી, ભાંગના કારખાના પાસે,રાણીકા, ભાવનગર)ને  ઝડપી લીધા હતા.જ્યારે   રેઇડ દરમ્યાન  રવિ ઉર્ફે મીંદડો ધીરૂભાઈ જાદવ (રહે.૫૦ વારીયા, ખેડુતવાસ,ભાવનગર) એલસીબીને થાપ આપી નાસી છૂટતા    સ્થળ પરથી  રોકડા રૂ.૨,૫૩,૬૫૦/-નો મુદ્દામાલ કબ્જે કરી તેને ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી.
આ કામગીરીમાં પોલીસ ઇન્સ.  એ.આર.વાળાના  માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઇન્સ.  વી.વી.ધ્રાંગુ તથા સ્ટાફના હિતેશભાઇ મકવાણા, વનરાજભાઇ ખુમાણ, વિઠ્ઠલભાઇ બારૈયા, વિરેન્દ્દસિંહ ઘનશ્યામસિંહ, જયદિપસિંહ ગોહિલ, કેવલભાઇ સાંગા તેમજ માનદિપસિંહ ગોહિલ સહિતના જોડાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News